યાત્રાધામ અંબાજી મંદિરને ‘ઝેડ’ કેટેગરીની સુરક્ષા

  • યાત્રાધામ અંબાજી મંદિરને  ‘ઝેડ’ કેટેગરીની સુરક્ષા
    યાત્રાધામ અંબાજી મંદિરને ‘ઝેડ’ કેટેગરીની સુરક્ષા

અંબાજી તા.1
યાત્રાધામ અંબાજી સુરક્ષાની દૃષ્ટિએ ઝેડ કેટેગરીમાં સમાવેશ કરાયો છે. અંબાજીમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવતા હોય છે તેની સુરક્ષાની જવાબદારી પણ મંદિર ટ્રસ્ટ સાથે સરકારની બની રહે છે. અંબાજી મંદિર મુખ્ય માર્ગથી 100 મીટર અંદર હોવાથી જો કોઈ મંદિરમાં ઘટના બને, કે આગ લાગવાની હોનારત સર્જાય તો મંદિર પરિસરમાં ફાયર ફાઈટર કે અન્ય કોઈ વ્હીકલ મંદિર પરિસરમાં પ્રવેશી શકે તેમ નથી આથી મોટી ખૂમારી સર્જાવાની શક્યતા છે.
સમગ્ર બાબતને ધ્યાને લઇ રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા રૂપિયા 25 લાખના ખર્ચે એક અલાયદી અગ્નિશામક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં 95 જેટલા અગ્નિશામક મીની સિલેન્ડર મંદિર ટ્રસ્ટને ફાળવવામાં આવ્યા છે. આ સિલિન્ડરોથી પાણી બેજ, પાઉડર બેજને કાર્બન ડાયોક્સાઇડબેજ, જેવી છ પ્રકારની આગને બુઝાવી શકાય તેવી વિશેષ વ્યવસ્થાકરવામાં આવી છે.
આ વ્યવસ્થા અંબાજી ખાતે સૌપ્રથમ વખત કરવામાં આવી છે જેની ટ્રેનિંગ પણ મંદિર ટ્રસ્ટના સુરક્ષાકર્મીઓ તથા અન્ય કર્મચારીઓને આપવામાં આવી છે. જેથી ક્યારે પણ કોઈ ઘટના સર્જાય તો તેને પહોંચી શકાય. હાલમાં અંબાજી સમગ્ર શહેરમાં સરકારી કોઈ જ ફાયર ફાઈટરની વ્યવસ્થા નથી મંદિર ટ્રસ્ટ દ્વારા એક નાનું ફાયર ફાઈટર વિકસાવવામાં
આવ્યું છે જે અંબાજી વિસ્તારમાં બનતી ઘટનાઓને પહોંચી વળવા સક્ષમ છે.