રસ્સાખેંચ, કમાન્ડો બ્રિજ જેવી શેરી રમતો રમતા ૪૦૦ છાત્રો

  • રસ્સાખેંચ, કમાન્ડો બ્રિજ જેવી શેરી રમતો રમતા ૪૦૦ છાત્રો
    રસ્સાખેંચ, કમાન્ડો બ્રિજ જેવી શેરી રમતો રમતા ૪૦૦ છાત્રો

મોબાઇલ અને ટીવીના યુગમાં વિસરાઇ શેરી રમતો રાજકોટ તા.૧૮
મોબાઇલ અને ટીવીના આ યુગમાં બાળકો રમતગમતથી વિમુખ બન્યા છે ત્યારે બાળકો શારીરિક તંદુરસ્તી પ્રત્યે જાગૃત બને અને શેરી રમતોનો નિર્દોષ આનંદ મેળવે તે હેતુથી વિરાણી હાઇસ્કુલ તથા નવરંગ નેચર કલબના સંયુકત ઉપક્રમે શાળાના વિશાળ મેદાનમાં નિવૃત ફોરેસ્ટર બાલાસાહેબ, કાસુંદ્રાસર, સ્પોર્ટસ ટીચર્સ હીરપરાસરના માર્ગદર્શન હેઠળ વિવિધ શેરી રમતો જેવી કે સાંઢીયા દોડ, લંગડી દોડ, ત્રિપગી દોડ, પૈડા દોડ, ફુગ્ગા ફોડ, કમાન્ડો બ્રીજ સહિત વિવિધ રમતોમાં ધો.૯ અને ૧૧ ના લગભગ ૪૦૦ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ રમતોમાં કોઇ નંબર કે સ્પર્ધા ન હતી પરંતુ બધા આનંદ મેળવે તે હેતુ હતો. બાળકો અને શિક્ષકોએ ભરપુર મોજ માણી હતી. આ પ્રસંગે સી.જે. ગ્રુપના ચિરાગભાઇ તથા શાળાના શિક્ષકોની ઉપસ્થિતિએ બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયાએ શિક્ષકો અને વિદ્યાર્થીઓ અભિનંદન પાઠવ્યા હતા.