2000ની નોટો હોય તો આ ‘વાંચશો’ જ

  • 2000ની નોટો હોય  તો આ ‘વાંચશો’ જ
    2000ની નોટો હોય તો આ ‘વાંચશો’ જ

નવી દિલ્હી તા.1
નોટબંધી બાદ ચલણમાં આવેલી 2000 રૂ.ની નોટ ટૂંક સમયમાં એટીએમમાંથી હટાવી લેવાશે. પસંદગીના એટીએમમાંથી જ 2000ની નોટ કાઢી શકાશે. તેની જગ્યાએ આગામી 4 મહિના સુધી 50 ટકા એટીએમ બૂથમાંથી 200 રૂ.ની નોટ કાઢી શકાશે. રિઝર્વ બેન્કના જણાવ્યા પ્રમાણે તમામ બેંક પોતાના એટીએમ નવી કરન્સીને અનુકૂળ બનાવી રહ્યા છે. મોટા ભાગના એટીએમમાંથી રૂ. 500, 200 અને 100ની નોટ મળશે. રિઝર્વ બેન્કનું સમગ્ર ફોકસ હવે 200 રૂ.ની નોટ પર છે. નજીકના ભવિષ્યમાં 200 રૂ.ની નોટનું ચલણ વધશે એટલુ જ નહિ તમામ એટીએમ એ પ્રમાણે તૈયાર કરાશે. કાનપુર સ્થિત રિઝર્વ બેન્ક કાર્યાલયમાં છેલ્લા 3 મહિનામાં સૌથી વધુ 200 રૂ.ની નોટની ખેપ ઉતરી છે. જેને એટીએમ બૂથ અને બેંકોમાં પહોંચાડવામાં આવી રહેલ છે.
રીઝર્વ બેંકનો નિર્દેશ છે કે 500 રૂ.નું એક બંડલ આપવાના બદલે 200ની બે અને 100નું એક બંડલ આપવામાં આવે. નોટબંધી બાદ રીઝર્વ બેંકે કરન્સીની અછત ઘટાડવા માટે 2000 રૂ.ની નોટ બમ્પર રીતે સપ્લાય કરી હતી. પરિણામ એ આવ્યુ કે આ નોટની અછત તો ઓછી થઈ ગઈ પરંતુ લોકોની તિજોરીમાં પહોંચેલી નોટ બહાર આવી નથી. આ સ્થિતિ નોટબંધીના 6 મહિના બાદ જ સ્પષ્ટ થઈ ચૂકી હતી.