સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વાઘા બોર્ડર જેવી પરેડ થશે

  • સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે  વાઘા બોર્ડર જેવી પરેડ થશે
    સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વાઘા બોર્ડર જેવી પરેડ થશે

અમદૃાવાદૃ, તા.૧
નર્મદૃા જિલ્લાના કેવડિયા ખાત્ો નિર્માણ કરાયેલી વિશ્ર્વની સૌથી ઉંચી અને ઐતિહાસિક સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાન્ો જોવા દૃેશ-વિદૃેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહૃાા છે. પ્રવાસીઓની વધતી જતી સંખ્યાને લઇને રાજય સરકાર દ્વારા આ સ્થળે વધુ ને વધુ આકર્ષણ ઉમેરાતાં જાય છે. તાજેતરમાં પ્રવાસીઓ માટે બોિંટગની વ્યવસ્થા શરૂ કરાયા બાદૃ હવે વાઘા બોર્ડરની પરેડનું એક નવું આકર્ષણ ઉમેરવા સરકાર જઇ રહી છે. એટલે હવે સાહેલાણીઓ-પ્રવાસીઓએ વાઘા બોર્ડરની પરેડ(બીટીંગ રિટ્રીટ) જોવા માટે પ્રવાસીઓને પંજાબ જવું નહીં પડે. વાઘા બોર્ડર જેવી જ પરેડ હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ ટૂંક સમયમાં જ નિહાળી શકશે. આ નવા આકર્ષણ માટે રાજય સરકારે એસઆરપીના ખડતલ ૩૦ જવાનોની ટુકડી બનાવી લીધી છે. એસઆરપીના પ ફૂટ ૧૦ ઇંચથી વધુ હાઈટ ધરાવતા ૩૦ જવાનોનું સુરક્ષા ગ્રુપ પણ તૈયાર કરાયું છે. ગૃહ વિભાગ દ્વારા આ બાબતે નર્મદૃા નિગમને લેખિત જાણ કરી દૃેવામાં આવી છે. પંજાબની અમૃતસર-વાઘા બોર્ડર પર જેવી રીતે બીએસએફના જવાનોની ડિસ્પ્લે પરેડ જોવાનું લોકોને આકર્ષણ છે. તે મુજબ રાજ્ય સરકાર પણ ડિસ્પ્લે પરેડનું આયોજન પ્રવાસીઓ માટે કરી રહી છે અને તે માટે ૩૦ જવાનોનું પ્લાટુન બનાવાયું છે તથા જવાનોની પસંદૃગી પણ થઈ ગઈ હોઈ ટૂંક સમયમાં તેમની આ બાબતે ટ્રેિંનગ શરૂ થશે અને આ માસના અંત સુધીમાં પ્રવાસીઓ વાઘા બોર્ડર ખાતે યોજાતી પરેડ જોઈ શકશે. આમ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટુરીઝમ પ્રોત્સાહન માટે સરકાર એક પછી એક અવનવા આકર્ષણો ઉમરેતી જાય છે.