સિધ્ધુની ગૂલાંટ: ઈમરાને બોલાવ્યો એટલે પાક. ગયો

  • સિધ્ધુની ગૂલાંટ: ઈમરાને બોલાવ્યો એટલે પાક. ગયો
    સિધ્ધુની ગૂલાંટ: ઈમરાને બોલાવ્યો એટલે પાક. ગયો

નવી દિલ્હી, તા.1
કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ પોતાના નિવેદન પર યુ ટર્ન લીધો છે. સિદ્ધુએ પોતાના પાકિસ્તાન જવા મામલે પહેલાં નિવેદન આપ્યું હતું કે હું રાહુલ ગાંધીના કહેવા પર પાકિસ્તાન ગયો હતો. ત્યારે હવે આ મામલે યુ ટર્ન લેતાં ટ્વિટર પર પોતાની સફાઈ આપી છે.
સિદ્ધુએ ટ્વિટ પર જણાવ્યું કે તોડમરોડ કરતા પહેલા તથ્ય જાણી લો. રાહુલ ગાંધીએ મને પાકિસ્તાન જવાનું નહોતું કહ્યું. પૂરી દુનિયા જાણે છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના વ્યક્તિગત આમંત્રણ પર હું ત્યાં ગયો હતો.
ઉલ્લેખનીય છે કે એક પ્રેસ કોન્ફરન્સમાં સિદ્ધુએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ જ મને પાકિસ્તાન મોકલ્યો હતો. સિદ્ધુએ જણાવ્યું હતું કે મારા કેપ્ટન રાહુલ ગાંધી છે. તેમણે જ મને દરેક જગ્યાએ મોકલ્યો છે. સિદ્ધુએ જણાવ્યું કે પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહ સિંહે મને પાકિસ્તાન જવા માટે ના પાડી હતી.