મોદી ફરી PM બન્યા તો ‘પોક’ અને ‘સિંઘ’ ભારતનાં !

પટણા, તા.1
રાજધાની પટણામાં આયોજિત બેટી બચાવો બેટી પઢાઓ સમ્માન કાર્યક્રમ દરમિયાન બિહાર બીજેપી પ્રદેશ અધ્યક્ષ નિત્યાનંદ રાયે મોટું નિવેદન આપ્યું છે.
બીજેપી પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, જે ભારત માતાની જય ના કહી શકતું હોય ભારત તેનો પણ સ્વીકાર ના કરી શકે. તેમણે આ કહીને સંકેત આપ્યો છે કે જો નરેન્દ્ર મોદી ફરીથી પીએમ બન્યા તો પાક અધિકૃત કાશ્મીર નહીં રહે, સાથે સિંઘ પણ ભારતનો હિસ્સો બનશે.
કાર્યક્રમમાં હાજર પાર્ટીના બિહાર અધ્યક્ષ નિત્યાનંદ રાયે તો એટલે સુધી કહી દીધું કે, જે માતા-પુત્રીનું સમ્માન નથી કરી શકતા તેમના પાસે કોઇ બીજી વસ્તુની આશા ન રાખી શકાય. નિત્યાનંદ રાયે કહ્યું કે, જે ભારત માતાની જય ના બોલી શકતા હોય તેને પણ ભારત સ્વીકાર ના કરી શકત.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી પીએમ બન્યા પછી પાક અધિકૃત કાશ્મીરના અસ્તિત્વમાં નહીં રહે. સાથે એવું પણ કહી દીધું કે, આવનારા સમયમાં સિંધ પ્રાંત પણ ભારતનો ભાગ બની જશે. બીજેપી અધ્યક્ષે કહ્યું કે, પહેલાની સરકારોએ જે ભૂલ કરી છે તેને સુધારવામાં આવશે.