19 વર્ષની છોકરી રાતો રાત બની માં, 45 મીનિટમાં તો...

  • 19 વર્ષની છોકરી રાતો રાત બની માં, 45 મીનિટમાં તો...

મેડિકલ જગતના ચોકાવનારા ઘણા સમાચાર તમે સાંભળ્યા હશે, પણ આજે અમે જે સમાચાર તમને જણાવશું તે વાંચી તમને આશ્ચર્ય થશે. વાત કંઇક એમ છે કે, એક મહિલા રાતમાં જ ગર્ભવતી થઇ ગઇ અને બીજા દિવસે સવારે તેની ડિલીવરી પણ થઇ ગઇ. તમને આ મજાક લાગી શકે છે, પરંતુ આ વાસ્તવિકતા છે. 
 આ સમગ્ર મામલો બ્રિટેનનો છે. જ્યાં એક 19 વર્ષની છોકરીને રાત્રે ઊંઘીને સવારમાં ઉઠી તો અચાનક તેનું બેબી બંપ નીકળી આવ્યું અને 45 મિનિટમાં તેણે બાળકને પણ જન્મ આપી દીધો. તમને જણાવી દઇએ કે, એમ્મલુઇસ લેગેટ નામની આ છોકરી સાંજે ઊંઘી ત્યારે એકદમ સામાન્ય હતી, પરંતું સવારમાં ઉઠી તો તેનું પેટ બહાર નીકળી આવ્યું હતું.