લોકસભા ચૂંટણી 2019: રાહુલ ગાંધીએ જૂનાગઢમાં ખેડૂતો, માછીમારો માટે કરી મોટી વાત

  • લોકસભા ચૂંટણી 2019: રાહુલ ગાંધીએ જૂનાગઢમાં ખેડૂતો, માછીમારો માટે કરી મોટી વાત
    લોકસભા ચૂંટણી 2019: રાહુલ ગાંધીએ જૂનાગઢમાં ખેડૂતો, માછીમારો માટે કરી મોટી વાત

વંથલી(જૂનાગઢ): કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી જૂનાગઢના લોકસભાના ઉમેદવાર પૂંજાભાઈ વંશ, પોરબંદરના લોકસભાના ઉમેદવાર લલિત વસોયા અને માણવદર પેટા ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના અરવિંદ લાડાણીની તરફેણમાં એક ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે કેન્દ્રની મોદી સરકારને આડેહાથ લેતા તેના પર અનેક પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 25 વર્ષથી જે 'ચોકીદાર'ની સરકાર છે તેના જ મુખ્યમંત્રી કબુલે છે કે તેમના રાજ્યમાં કેટલાક ખાતા ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. 

રાહુલ ગાંધીએ રાજ્યમાં ભ્રષ્ટાચાર અંગે જણાવ્યું કે, "ગુજરાતના મુખ્યમંત્રીએ ખુદ કબુલાત કરી છે કે, રાજ્યમાં 25 વર્ષ પહેલા ઓછો ભ્રષ્ટાચાર હતો. આજે ભ્રષ્ટાચાર ઘણો વધી ગયો છે. પરંતુ તેમણે તમને ભ્રષ્ટાચારનું સાચું કારણ જણાવ્યું નહીં. તેમણે તમને એ ન જણાવ્યું કે, આજે હિન્દુસ્તાનના વડાપ્રધાન 'ચોકીદાર જ ચોર' બની ગયા છે. મુખ્યમંત્રીએ સત્ય ઉઘાડું પાડી દીધું છે."