SBIના 6 નિયમો બદલાયા

નવીદિલ્હી, તા.30
1 ડિસેમ્બરથી કેટલાંક નિયમો અને કાયદાઓમાં બદવાવ થવા જઈ રહ્યો છે. આ બદલાવોની અસર તમારા જીવન પર પણ પડશે. આ માટે જરૂરી છે કે તમે બદલાવોના મુજબ તમારું કામ પૂરું કરી લો જેથી તમારે પરેશાનીનો સામનો ન કરવો પડે. ખાસ વાત એ છે કે જઇઈંના નિયમમાં બે મોટા બદલાવ આવી રહ્યાં છે. આ બે બદલાવ પેન્શનધારકો માટે છે. આ ઉપરાંત બે અન્ય બદલાવ થવા જઈ રહ્યાં છે.
જઇઈં બેંક કસ્ટમર્સ હવેથી નેટબેંકિંગનો ઉપયોગ કરવા માંગે છે તો તેમણે 30 નવેમ્બર સુધી પોતાના મોબાઈલ નંબર રજિસ્ટર કરાવવાના હતાં. આમ ન કરવા પર 1 ડિસેમ્બરે તેમના ઇન્ટરનેટ બેંકિંગની સર્વિસ બંધ થઈ જશે. જો એસબીઆઈ ગ્રાહકોએ ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધા લીધી હોય અને મોબાઇલ નંબર રજિસ્ટર્ડ ન થયો હોય તો તેમની નેટ બેન્કિંગ સુવિધા ડિસેમ્બર 1 થી બંધ થઇ જશે.
જઇઈં પોતાનું વોલેટ જઇઈં ઇીમમુ 30 નવેમ્બરથી બંધ કરી રહ્યું છે. તેના બદલે
જઇઈં ુજ્ઞક્ષજ્ઞ ઍપ કામ કરી રહી છે. આ માટે જો જઇઈં ઇીમમુમાં તમે પૈસા મૂકી રાખ્યાં છે તો નીકળી લેજો. જઇઈં ઇીમમુ ઓગસ્ટ 2015માં 13 ભાષાઓમાં લોન્ચ થઈ હતી.
દર વર્ષે નવેમ્બર મહિનામાં પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર (લાઈફ સર્ટિફિકેટ) જમા કરાવવાનું હોય છે. આ વર્ષે તેની છેલ્લી તારીખ 30 નવેમ્બર હતી. આમ નહીં કર્યુ તો તમારું પેન્શન રોકાઈ જશે.
આ ઉપરાંત, પેન્શનર માટે 1 ડિસેમ્બરથી પ્રોસેસિંગ ફી લાગવાનું શરૂ થઇ જશે. ખાસ તહેવારની ઓફર હેઠળ, આ લોકોને લોનની પ્રોસેસિંગ ફીમાં છૂટ આપવામાં આવી હતી. આ ઉપરાંત પેન્શનરોને 30 નવેમ્બર સુધીમાં તેમના જીવનપત્રો બેંકની શાખામાં રજૂ કરવાના રહેશે. એમ નહીં કરવાથી તેમનું પેન્શન અટકી જશે. જો સ્ટેટ બેંકના વોલેટ એસબીઆઇ બડીમાં તમારી પાસે પૈસા છે, તો પછી તેને બહાર કાઢી લો. 30 નવેમ્બરના રોજ એસબીઆઈની મોટી એપ્લિકેશન બંધ થઇ જશે.