હજી શૂટિંગ શરૂ નથી થયું અને લિક થઈ સલમાન-આલિયાની ફિલ્મની સ્ટોરી!

  • હજી શૂટિંગ શરૂ નથી થયું અને લિક થઈ સલમાન-આલિયાની ફિલ્મની સ્ટોરી!
    હજી શૂટિંગ શરૂ નથી થયું અને લિક થઈ સલમાન-આલિયાની ફિલ્મની સ્ટોરી!

મુંબઈ : બોલિવૂડમાં હાલમાં મોટી જાહેરાત થઈ છે કે ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ઇન્શાલ્લાહમાં સલમાન ખાન અને આલિયા ભટ્ટની જોડી કામ કરી રહી છે. આ વાતની જાણકારી સલમાને પોતે પોતાના ટ્વિટરના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી છે. આમ, આલિયા પહેલીવાર સંજય લીલા ભણસાલીની હિરોઇન તરીકે જોવા મળશે.  આ ફિલ્મ વિશે એવી ચર્ચા હતી કે સલમાન અને આલિયા ભાઇ-બહેનના રોલમાં જોવા મળશે પણ હવે શૂટિંગ પહેલા જ ફિલ્મની સ્ટોરી લિક થઈ ગઈ છે. આ ફિલ્મનું શૂટિંગ હૃષિકેશ, હરિદ્વારા અને બનારસની સાથેસાથે યુએસમાં પણ થશે. મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે આલિયા ફિલ્મમાં એક એક્ટ્રેસ બની છે જ્યારે સલમાન બિઝનેસમેનના રોલમાં છે. આ ફિલ્મની સ્ટોરી જ એવી હશે કે આલિયા અને સલમાનનો રોમેન્સ ખટકશે નહીં. ‘હમ દિલ દે ચુકે સનમ’ અને ‘સાંવરિયા’ બાદ સલમાન ખાન અને સંજય લીલા ભણસાલી ફરી સાથે કામ કરવાની તક શોધી રહ્યા હતા. ભણસાલીએ એક લવ સ્ટોરી સિલેક્ટ કરી છે, જેના સ્ક્રીનપ્લે પર કામ ચાલી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ થાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ માટે દીપિકા પદુકોણ અને પ્રિયંકા ચોપરાના નામ બોલાયા હતા પણ આખરે આલિયાની પસંદગી છે. આલિયાએ હાલમાં જ 'બાહુબલી'ના મેકર્સ એસએસ રાજામોલીની ફિલ્મ 'આરઆરઆર' સાઇન કરી છે અને હવે તે સંજય ભણશાલીની ફિલ્મમાં કામ કરવાની છે.