જબરી જોડી : એક સમયે આખા દેશની જીભ પર હતું જેનું નામ એ કરશે હવે ઐશ્વર્યા સાથે રોમેન્સ!

  • જબરી જોડી : એક સમયે આખા દેશની જીભ પર હતું જેનું નામ એ કરશે હવે ઐશ્વર્યા સાથે રોમેન્સ!
    જબરી જોડી : એક સમયે આખા દેશની જીભ પર હતું જેનું નામ એ કરશે હવે ઐશ્વર્યા સાથે રોમેન્સ!

મુંબઈ : સાઉથ સ્ટાર સત્યરાજ ફિલ્મ બાહુબલિમાં કટપ્પાનો રોલ કરીને આખા દેશમાં લોકપ્રિય થઈ ગયા હતા. એક સમયે બધાની જીભ પર એક જ સવાલ હતો કે કટપ્પાએ બાહુબલિને કેમ માર્યો? હવે પડદા પર આ રોલ કરનાર સત્યરાજને એક બીજી મોટી ફિલ્મ મળી ગઈ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સત્યરાજને મણિરત્નમની ઐશ્વર્યા રાય અભિનીત ફિલ્મ માટે સાઇન કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં તેને ઐશ્વર્યાના પતિના રોલ માટે સાઇન કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી મણિ રત્નમ લેખક કૃષ્ણમૂર્તિ કલ્કિની નોવેલ પર કામ કરી રહ્યા હતા. આ નોવેલ પુરી થવામાં ત્રણ વર્ષ જેટલો સમય લાગી ગયો હતો. આ નોવેલ પુરી થતા જ ફિલ્મમેકર મણિ રત્નમે એના પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને સત્યરાજ સિવાય વિજય સેતુપતિ, સિમ્બુ અને જયમ રવિ પર જોવા મળશે.  આ ફિલ્મમાં ઐશ્વર્યા સાથે અમિતાભ બચ્ચન પણ કામ કરે એવી પુરેપુરી શક્યતા છે. હકીકતમાં ઐશ્વર્યાએ આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી દીધી છે પણ અમિતાભ તરફથી સત્તાવાર સમર્થન નથી મળ્યું. મણિરત્નમની આ ફિલ્મમાં ઐશ્વર્યા નેગેટિવ રોલમાં હોવાની ચર્ચા છે.