રાજપાલ યાદવ કા નયા ‘અત્તા પત્તા’ સેન્ટ્રલ જેલ !

  • રાજપાલ યાદવ કા નયા ‘અત્તા પત્તા’ સેન્ટ્રલ જેલ !
    રાજપાલ યાદવ કા નયા ‘અત્તા પત્તા’ સેન્ટ્રલ જેલ !

નવીદિલ્હી, તા.30
બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સ મામલે સજા થઈ છે. આ મામલે દિલ્લી હાઈકોર્ટે રાજપાલ યાદવને 3 મહિનાની જેલની સજા ફટકારી છે. ટ્રાયલ કોર્ટે સામે એક સમજુતીની રકમ રાજપાલ યાદવ આપી શક્યો નહોતો. આ મામલે કડક વલણ અપનાવતા હાઈકોર્ટે રાજપાલ યાદવને 3 મહિનાની સજા સંભળાવી છે.
2010માં રાજપાલ યાદવે 5 કરોડની લોન લીધી હતી,
પરંતુ આ રકમને ના ચુકવી
શકતા લોન આપનાર વ્યક્તિએ કોર્ટની મદદ લીધી હતી. કોર્ટમાં આ વર્ષે સમજુતી થઈ હતી કે રાજપાલ યાદવ 10 કરોડ 40 લાખ રૂપિયા પરત કરશે, પરંતુ જ્યારે રાજપાલ યાદવે આ રકમ ના ચુકાવી તો કોર્ટે તેને જેલ મોકલી દીધો. ઇન્દોર નિવાસી સુરેન્દર સિંહ પાસેથી રાજપાલ યાદવે પોતાના અંગત કારણો આપીને કેટલીક રકમ ઉધાર લીધી હતી. આ રકમને પરત કરવા રાજપાલ યાદવે એક્સિસ બેંક મુંબઈનો એક ચેક સુરેન્દર સિંહને આપ્યો હતો, જે સપ્ટેમ્બર 2015નાં રોજ બેંકમાં જમા કરવા પર બાઉન્સ થયો હતો. ત્યારબાદ સુરેન્દર સિંહે વકીલનાં માધ્યમથી રાજપાલને નોટિસ મોકલી હતી, તેમ છતા રાજપાલે ચુકવણી કરી નહોતી.
ઉલ્લેખનીય છે કે રાજપાલ યાદવે 2010માં મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની પાસેથી "અતા પતા લાપતા નામની ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરવા આર્થિક સહાયતા માંગી હતી. કંપનીએ તેને 5 કરોડ રૂપિયાની લોન આપી હતી. એગ્રીમેન્ટ અનુસાર અભિનેતાએ 8 ટકા વ્યાજ સાથે આ રકમ પરત કરવાની હતી. અભિનેતા આ રકમ ચુકવવામાં 3 વખત નિષ્ફળ ગયો હતો. એગ્રીમેન્ટ રિન્યૂ થતા અભિનેતાએ અંદાજે 11 કરોડ રૂપિયા આપવાનાં નીકળતા હતા, પરંતુ રાજપાલ આ રકમ આપી શક્યો નહોતો.