અમદાવાદમાં પાસ અને ભાજપાના કાર્યકરો બાખડ્યા; પોલીસનો લાઠી ચાર્જ

  • અમદાવાદમાં પાસ અને ભાજપાના કાર્યકરો બાખડ્યા; પોલીસનો લાઠી ચાર્જ
    અમદાવાદમાં પાસ અને ભાજપાના કાર્યકરો બાખડ્યા; પોલીસનો લાઠી ચાર્જ

અમદાવાદ તા.30
અત્રે વસ્ત્રાલમાં ઉમિયા માતાજીના રથ ભ્રમણ દરમિયાન ભાજપ અને પાસના કાર્યકરો વચ્ચે બબાલ થતા મામલો બિચકયો હતો. હાર્દિકના ફોટોવાળા ગેટ પાસે રથ ઉભો ન રાખવા દેવામા આવતા મામલો બિચકયો હતો.
આ બબાલને પગલે પોલીસે બંને પક્ષના લોકો પર દંડાવાળી કરી હતી અને પાટીદારોની અટકાયતના પગલે ટોળા વસ્ત્રાલ પોલીસ સ્ટેશને ઉમટી પડયા હતા.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ઉમીયા માતાજીનો રથ ભ્રમણ સમયે વસ્ત્રાલમાં પહોચ્યો હતો. દરમિયાન હાર્દિક પટેલની તસવીર વાળા ગેટ પર ઉમિયા માતાજીને રથ ઉભો ન રાખવા દેવામાં આવતા ભાજપ અને પાસના કાર્યકરો વચ્ચે હંગામો થયો હતો. અને ઝપાઝપી થઈ હતી બાદમાં વસ્ત્રાલમાં પાટીદારો પ્રદીપસિંહ જાડેજાના બેનરો ફાડી નાખ્યા હતા આ બબાલને કારણે પોલીસે ગીતા પટેલ અક્ષય પટેલ સહિત 10 આંદોલનકારીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશને પાટીદારોએ હંગામો કર્યો હતો.