દિલ્હી-સ્વિડનનું વિમાન બિલ્ડિંગ સાથે અથડાયું

  • દિલ્હી-સ્વિડનનું વિમાન બિલ્ડિંગ સાથે અથડાયું
    દિલ્હી-સ્વિડનનું વિમાન બિલ્ડિંગ સાથે અથડાયું

સ્ટોકહામ તા,29
સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં ગઇકાલે એર ઈન્ડિયાની એક ફ્લાઇટ એરપોર્ટ પર રહેલા બિલ્ડિંગ સાથે ટકરાઇ હતી. આ ફ્લાઇટમાં 179 મુસાફરો સવાર હતા. જો કે, આ ઘટનામાં જાનહાનિના કોઇ અહેવાલ મળ્યા નથી. આ ઘટના શેના કારણે સર્જાઇ તેનું કારણ હજી સુધી જાણવા મળી શક્યું નથી. પોલીસના મતે, તમામ યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ ઘટના સ્થાનિક સમયના મતે, બુધવારે સાંજે 5.45 મિનિટે સર્જાઇ હતી.
એર ઈન્ડિયાની ફ્લાઇટે દિલ્હીથી ઉડાન ભરી હતી. તસવીરોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે ફ્લાઇટનો એક ભાગ બિલ્ડિંગ સાથે અથડાયેલો છે. આસપાસ પોલીસની ઘણી ગાડીઓ ઉભેલી દેખાય છે. જો કે આ ઘટના પર એરપોર્ટ ઓર્થોરિટી તરફથી કોઇ સ્પષ્ટીકરણ આવ્યું નથી.