ટીવી સીરિયલોના રાજકારણની તપાસ

  •  ટીવી સીરિયલોના રાજકારણની તપાસ
    ટીવી સીરિયલોના રાજકારણની તપાસ

મુંબઈ તા,18
બતાવતા પહેલા તેની તપાસ કરવાની તાકીદ ચૂંટણી પંચે બે ટીવી સિરિયલના પ્રોડ્યુસરને કરી હતી. કોંગ્રેસે ફરિયાદ કરી હતી કે બે ટીવી સિરિયલે ભારત સરકારની બે યોજનાઓનો ખુલ્લો પ્રચાર સિરિયલના માધ્યમથી કર્યો હતો અને આ રીતે આચારસંહિતાનો ભંગ થયો છે. પંચે તેમની ફરિયાદ સ્વીકારી હતી અને આચારસંહિતાનો ભંગ થયો હોવાનું પંચને જણાતા બન્ને સિરિયલોના પ્રોડયુસરને રાજકીય વિષયવસ્તુને ચૂંટણી પંચ સામે રજૂ કરી તેમની સંમતિ મેળવ્યા બાદ જ પ્રસારિત કરવાનો આદેશ આપ્યો હતો. એન્ડ ટીવી પર આવતી સિરિયલ ભાભીજી ઘર પે હૈ અને ઝી ટીવી પર આવતી સિરિયલ તુજસે હૈ રાબતાના પ્રોડ્યુસરને પંચે નોટિસ આપી હતી. બન્ને સિરિયલોમાં અનુક્રમે મોદી સરકારની સ્વચ્છતા અભિયાન, ઉજ્જવલા યોજના અને મુદ્રા યોજનાનો પ્રચાર કરવામાં આવ્યો હતો.