માત્ર રૂા.પ માં નરેન્દ્ર મોદી સાથે મુલાકાતની ઓફર !

  • માત્ર રૂા.પ માં નરેન્દ્ર મોદી સાથે મુલાકાતની ઓફર !
    માત્ર રૂા.પ માં નરેન્દ્ર મોદી સાથે મુલાકાતની ઓફર !

નવીદિલ્હી, તા.29
ઇ-કોમર્સ અથવા ટ્રાવેલ વેબસાઇટો પર પોતાના રેફરલ કોડ મારફતે મોટા ડિસ્કાઉન્ટ મળતા હોય છે. પરંતુ વડાપ્રધાન મોદીની ખાનગી મોબાઇલ એપ્લિકેશનથી જનરેટ થતા રેફરલ કોડથી તમે ખુદ વડાપ્રધાનને ફેસ ટૂ-ફેસ મુલાકાત કરવાનો મોકો મળી શકે છે.
નરેન્દ્ર મોદી એપ (નમો એપ) પર એક નવું ફીચર જોડવામાં આવ્યું છે, જેના મારફતે કોઇ પણ રેફરલ કોડ મેળવવા માટે 5 રૂપિયાથી લઇને 1,000 રૂપિયા બીજેપીને ડોનેટ કરી શકે છે.
રેફરલ કોડ મેળવ્યા બાદ
તમારે તમારા કોન્ટેક્ટ્સની પાસે ઇ-મેલ, એસએમએસ અથવા વોટ્સએપ મારફતે તેને મોકલવાનું રહેશે.
બીજેપીના એક સીનિયર લીડરે જણાવ્યું હતું કે, જો કોઇ શખ્સ દ્વારા મોકલવામાં આવેલા રેફરલ કોડ અથવા એપ મારફતે ફંડ ડોનેટ કરનારી લિંકનો ઉપયોગ 100 લોકોએ કરી લીધો હોય તો તે વ્યક્તિને વડાપ્રધાન મોદી સાથે મળવાનો મોકો મળી શકે છે. જો કોઇ પણ વ્યક્તિ રેફરલ કોડનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા 10 લોકોએ બીજેપીને ફંડ ડોનેટ કર્યું તો તે વ્યક્તિને નમો ટી-શર્ટ, કોફી મગ જેવી વસ્તુઓ પણ મળી શકે છે.