અહીં જ્ઞાતિ જાતિના ભેદ વગર માનવતાની મહેક પ્રસરે છે

  • અહીં જ્ઞાતિ જાતિના ભેદ વગર માનવતાની મહેક પ્રસરે છે
    અહીં જ્ઞાતિ જાતિના ભેદ વગર માનવતાની મહેક પ્રસરે છે
  • અહીં જ્ઞાતિ જાતિના ભેદ વગર માનવતાની મહેક પ્રસરે છે
    અહીં જ્ઞાતિ જાતિના ભેદ વગર માનવતાની મહેક પ્રસરે છે

આજે મોટાભાગે લોકો પોતાની જ્ઞાતિ અને સમાજના ઉત્કર્ષ માટે કાર્ય કરે છે ત્યારે આજે એક એવા વીરલાની વાત કરવાની છે કે જેમણે જ્ઞાતિ જાતિ ધર્મ અને ગામ શહેરને મર્યાદિત ન રાખતા સમગ્ર માનવજાત માટે કાર્ય કરે છે. નામ ન આપવાની શરતે તેઓએ પોતાની પ્રવૃતિ વિશે વાત કરી જે અહીં પ્રસ્તુત છે.
છેલ્લા 20 વર્ષથી ઝુપડપટ્ટીમા તેઓ પાણી પીવા માટે માટલા અને ગરણુ આપે છે. ઝુપડપટ્ટીના એ લોકો પતરાના કે એનાથી પણ ખરાબ વાસણ પીવાના પાણી માટે વાપરતા હોય છે. આ માટલા તેઓએ સ્વાસ્થ્ય સાથે ઠંડક પણ આપે છે. ઓછામાં ઓછી કિંમત થાય એ રીતે તેઓને એક માટલા ગરણાનો ખર્ચ 72 રૂપિયામાં પડે છે. કોઇને જન્મદિન કે એનિવર્સરી કે કોઇ ખાસ પ્રસંગ માટે આ કાર્યમાં પોતાનું યોગદાન આપવું હોય તો આપી શકે છે.
આ ઉપરાંત અનેક સેવાકાર્યો તેઓ મુક બનીને કરે છે. જેમાં અત્યાર સુધીમાં તેઓએ વૃધ્ધાશ્રમનઆ વડીલોને હોટેલમાં ભોજન તથા પાલિતાણા યાત્રા કરાવી છે. મંદબુધ્ધિના બાળકો તેમજ પ્રજ્ઞાચક્ષુ 85 દીકરીઓને પાલિતાણા યાત્રા કરાવી છે. આ ઉપરાં રાજકોટના દરેક દેરાસરની જાત્રાનો કાર્યક્રમ તેમજ ગાયો માટે પાણીની કુંડીનું વિતરણ, ઠંડીમા ધાબળા વિતરણ કરે છે. આ બધુ જ તેઓ જ્ઞાતિ, જાતિ કોઇ પણ ભેદભાવ વગર કરે છે. આ ઉપરાંત સાધુ-સાધ્વીજીઓની વૈયાવચ્ચ હોય તેઓ ગમે ત્યારે ખડે પગે હાજર થઇ જાય છે આ સેવા ઉપરાંત કોઇના અવસાન વખતે અંતિમ ક્રિયાની દરેક તૈયારી તેઓ કરી આપે છે.
આ દરેક કાર્યમાં તેમના પત્ની, બંને પુત્રો, પુત્રવધુ તથા તેમના જેવા જ સેવા માટે તત્પર લોકોનો સાથ મળી રહે છે. આટલુ કરવા છતા તેઓ કયાંય પોતાનું નામ ફોટો આપવા તૈયાર નથી અને દરેક કાર્ય ભગવાનની કૃપાથી તેઓ કરી રહ્યા છે પોતાનું કાંઇ નથી એવું તેઓ વિનમ્રતાથી કહે છે કોઇ સહયોગ આપવા કે વધુ માહિતી જાણવા 85303 91739 તથા 98254 44654 પર સંપર્ક કરી શકાશે.