‘ઝીરો’ના પ્રમોશન વીડીયો શુટીંગમાં આગ લાગી: શાહરૂખ સલામત

  • ‘ઝીરો’ના પ્રમોશન વીડીયો શુટીંગમાં  આગ લાગી: શાહરૂખ સલામત
    ‘ઝીરો’ના પ્રમોશન વીડીયો શુટીંગમાં આગ લાગી: શાહરૂખ સલામત

મુંબઇ તા.29
હાલ બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન પોતાની આવનારી ફિલ્મ જીરોના પ્રમોશનમાં વ્યસ્ત છે. આજે જયારે શાહરૂખ ખાન
આ ફિલ્મના પ્રમોશન માટે પ્રમોશનલ વિડિયો શૂટ કરી રહ્યો હતો, તે દરમિયાન સેટ પર આગ લાગી હતી. આ શુટિંગ મુંબઈના રિલાયન્સ સ્ટુડિયોમાં ચાલી
રહ્યું હતું
આગને કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળ પર હાલ ફાયર બ્રિગેડની 12 ગાડીઓ પહોંચી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મૂજબ હાલ પણ શાહરૂખ ઘટનાસ્થળ પર છે. તેની સુરક્ષા માટે પોલિસ પણ પહોંચી છે.
ઘટનાસ્થળને ચારે તરફથી ઘેરી લેવામાં આવ્યું છે. જોકે હજુ સુધી કોઈ જાનહાનિ થવાના સમાચાર નથી. તમામ લોકો સુરક્ષિત છે.
હાલ આગ ઓલવવાનું કામ ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનની આ ફિલ્મ 21 ડિસેમ્બરે રિલિઝ થનાર છે. આ કારણે તે આ ફિલ્મ સાથે સંકળાયેલા વિવિધ કામો ઝડપથી ખત્મ કરી રહ્યો છે. આજે તે આ માટે જ રિલાયન્સ સ્ટુડિયોમાં પહોંચ્યો હતો.