બુકીઓના મતે બીજેપીને નુકસાન, છતાં 240 બેઠકો સુધી પહોંચી જશે

  • બુકીઓના મતે બીજેપીને નુકસાન, છતાં 240 બેઠકો સુધી પહોંચી જશે
    બુકીઓના મતે બીજેપીને નુકસાન, છતાં 240 બેઠકો સુધી પહોંચી જશે

જકોટ તા,19
લોકસભાની ચૂંટણીનો માહોલ હવે જામી રહ્યો છે. 90 બેઠકો ઉપર મતદાન પૂર્ણ થઇ ગયું છે અને આજે 99 બેઠકો ઉપર મતદાન યોજાયું છે ત્યારે ચૂંટણીમાં કોણ બાજી મારશે તેના ભાવો કાઢવામાં બુકી બજાર વ્યસ્ત બની ગયુ છે.
ત્યારે બુકીબજારના મતે ભાજપને અનેક રાજયોમાં નુકસાન છે છતાંય ભાજપ 240 બેઠકો સુધી પહોંચી શકે છે. જયારે ભાજપનો ગઢ સમાન ગુજરાતમાં બુકીઓના મતે ભાજપને 26 બેઠકો આવતી નથી જેમાં બે બેઠકોથી વધુ બેઠકો ગુજરાતમાં ભાજપ ગુમાવી શકે છે. ગુજરાતમાં 26 બેઠકોમાંથી 9 બેઠકોના ભાવ બોલવામાં આવ્યા છે. જેમા બુકીઓના મતે મહેસાણા, ભાવનગર, જામનગર, કચ્છ, રાજકોટ, પોરબદર, નવસારી, બેઠક ઉપર કમળ વિજય થશે જયારે આણંદ અને પાટણ બેઠક ઉપર કોંગ્રેસ વિજય થશેનું બુકી બજારનું તારણ છે.
જયારે 272ના જાદુઈ આંકડાને ભાજપ નહીં આંબી શકે ભાજપને જે બુકી બજારે ગણતરી કરી છે તે જોતા 236 થી 239 બેઠકો જ મળી શકે છે એટલે કે સરકાર બનાવવા ભાજપને પણ ગઢબંધનની જરૂર પડશે.
239 બેઠકો ભાજપને મળે એટલે 2019મા ફરીવાર ભાજપની સરકાર દેશનું શાસન સંભાળશે તેવું બુકી બજાર કહી રહ્યું છે. પરંતુ અમુક રાજયોમાં ભાજપની બેઠકો ઘટી રહી છે તે ભાજપ માટે ચિંતાનો વિષય છે.
બુકીબજારે જે પ્રમાણે અલગ અલગ રાજયમાં કોને કેટલી બેઠકો મળશે તેના ઉપર નજર નાંખીએ તો ગુજરાતમા ભાજપને 22, મહારાષ્ટ્રમાં 32, રાજસ્થાનમાં 18, ઉતરપ્રદેશમાં 41, દિલ્હીમાં 6, વેસ્ટ બંગાલમાં 10, બિહારમા 12, ઓરીસ્સા 7, તેલગંણા-14, છતિસગઢમાં 6 બેઠકો ભાજપને મેળવશે.
આમ બુકી બજારના હાલના જે ભાવો ખુલ્યા છે તેમાં ફરીવાર દેશમાં મોદી સરકાર બની શકે છે.
સમય પસાર થતો જાય છે તેમ ભાજપની બેઠકો ઘટે છે બુકી બજારના મતે જયારે ભાવ ખોલ્યા ત્યારે ભાજપને 260 બેઠકોના ભાવ ખોલ્યા હતા. પ્રથમ તબક્કાના મતદાન બાદ તે બેઠકો 239 આવી પહોંચી છે. જેમ-જેમ મતદાન થઇ રહ્યું છે તેમ બુકી બજારમા ભાજપની બેઠકો ઘટી રહી છે. ત્યારે ઉત્તરપ્રદેશમાં 41, મહારાષ્ટ્રમાં 32, રાજસ્થાનમાં 18, ગુજરાતમાં 22, બેઠકોમાં જો 10 બેઠકો પણ ભાજપ ગુમાવે તો ભાજપ માટે ચિંતા ઊભી કરી શકે છે. જેમ જેમ સમય જતો જાય છે તેમ તેમ ભાજપ માટે ચિંતા વધી રહી છે. ગુજરાતમાં અનેક બેઠકો ઉપર બુકી બજાર પણ ગોટે ચડ્યું ગુજરાતની 26 બેઠકોમાંથી 9 બેઠકો ઉપર બુકી બજારે ભાવ બોલ્યા છે જેમાં 7 બેઠકોમાં ભાજપ બે બેઠકમાં કોંગ્રેસને વિજય બતાવી દીધી છે. જયારે અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, બનાસકાંઠા જેવી બેઠકોમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર તે બેઠકોના ભાવો ખોલવામાં બુકીબજાર પણ ગોટે ચડ્યું છે. અમેઠી-રાહુલ ગાંધી
નાગપુર- નીતિન ગડકરી
ગાંધીનગર-અમિત શાહ
વારાણસી-નરેન્દ્ર મોદી
મથુરા- હેમા માલીની