ફક્ત બે રૂપિયામાં થશે ‘મત’ની ચકાસણી

  • ફક્ત બે રૂપિયામાં થશે ‘મત’ની ચકાસણી
    ફક્ત બે રૂપિયામાં થશે ‘મત’ની ચકાસણી

ચૂંટણીપંચ દ્વારા આ વખતે વીવીપેટમાં એડવાન્સ એમ-3 ટેક્નોલોજીની વ્યવસ્થા રાજકોટ તા,18
ઈવીએમ મશીન સામે અનેકવાર સવાલો ઉઠ્યા છે! ચૂંટણીપંચ જવાબમાં અનેકવાર કહી પણ ગયું છે કે ઈવીએમ એકદમ સુરક્ષિત છે અને તેની સાથે છેડછાડ કરવી શકય નથી. આમ છતાં ટેકનિકલ ક્ષતિનાં કારણે કયારેક મતદારને એવું લાગે કે મે આપેલો મત અન્ય ઉમેદવારને ગયો છે તો મતદાર હવે ફક્ત બે રૂપિયા આપીને પોતાના મતની ચકાસણી કરી શકશે! પણ... પણ... જો ચકાસણીમાં મતદાર ખોટા ઠરશે તો આઈપીસીની કલમ 177 હેઠળ કાયદેસર કાર્યવાહીની પણ તૈયારી રાખવી પડશે.
ચૂંટણીપંચના સુત્રો દ્વારા જાણવા મળતી વિગત પ્રમાણે મતગણતરી સમયે ગડબડ થયાની આશંકાએ વીવીપેટને હવે ચેલેન્જ કરી શકાશે. એ માટે મતદારે ફક્ત રૂા. બે ચુકવવા પડશે. પરંતુ ખોટી ચેલેન્જ માટે ગંભીર કલમો હેઠળ કાર્યવાહીનો પણ સામનો કરવો પડશે. ચૂંટણીમાં પારદર્શિતા લાવવા આ વખતે ચૂંટણીપંચ દ્વારા એડવાન્સ એમ-3 વીવીપેટ મશીનની વ્યવસ્થા કરવામાં આવી છે. વ્યવસ્થા પ્રમાણે મતદારને એવું લાગે કે તેનો મત અન્યને ગયો છે તો તે રૂા. બે આપીને ચેલેન્જ કરી શકશે. ત્યારબાદ ચૂંટણીપંચ સંબંધિત અધિકારીઓની હાજરીમાં વીવીપેટનું ટ્રાયલ કરશે. જેથી સત્ય સામે આવી જશે. મતદારની ચેલેન્જ યોગ્ય ઠરશે તો પંચ દ્વારા ભૂલ સુધારવા કાર્યવાહી થશે પણ જો તે ખોટા ઠર્યા તો ચૂંટણીપંચ ચેલેન્જ કરનાર મતદાર સામે બે કલમો હેઠળ પોલીસમાં ફરિયાદ નોંધાવશે. જેમાં કલમ 177 હેઠળ છ મહિનાની સજા તથા રૂા. 1 હજારના દંડની જોગવાઈ છે.
અલબત વીવીપેટ મશીન જે રીતે કામ કરે છે તે પ્રમાણે મતદાન દરમિયાન મતદાર જયારે બેલેટ યુનિટ પર બટન દબાવે છે ત્યારે આઠ સેક્ધડ સુધી પક્ષનું નામ અને ઉમેદવારનો ક્રમ સ્ક્રીન પર દેખાય છે. માટે મતદાન સમયે જ પુષ્ટિ થઇ જાય છે કે આપણે કોને વોટ આપ્યો છે આઠ સેક્ધડ બાદ સંબંધિત પક્ષ અને ઉમેદવારના નામ સાથેની ચબરખી પ્રિન્ટ થઇને મશીનમાં લોક થઇ જાય છે.