કૂતરાં પકડતા મનપાના કર્મચારીઓ પર પથ્થરમારો

  • કૂતરાં પકડતા મનપાના કર્મચારીઓ પર પથ્થરમારો
    કૂતરાં પકડતા મનપાના કર્મચારીઓ પર પથ્થરમારો

જકોટ તા,18
રાજકોટ મહાનગરપાલિકાના જગ્યા રોકાણ વિભાગ અને ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓ ઉપર અવાર - નવાર ધંધાર્થીઓ તેમજ સ્થાનીક લોકો દ્વારા હુમલાઓ કરતા હોય છે. કાર્યવાહીનો વિરોધ કરી લોકો હુમલા કરતા હોય છે. 
તેવો જ એક બનાવ આજરોજ પરસાણા નગરમાં બનવા પામ્યો હતો. કુતરા પકડવા ગયેલ મનપાના કર્મચારી ઉપર સ્થાનીક લોકોએ પથ્થર મારો કરતા ત્રણ કર્મીઓને ઈજા પહોંચી હતી. 
બનાવને પગલે પોલીસ કાંફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મનપા દ્વારા ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઈ છે.
મનપાના ઢોર પકડ પાર્ટીના અધિકારી જાકાસણિયાના જણાવ્યા મુજબ આજે સવારથી વોર્ડ નં.3માં રખડતા કુતરાઓ પકડવા માટે કોન્ટ્રાકટરના માણસો અને મનપાના કર્મચારીઓ ઝુંબેશ ચલાવી રહ્યા હતા તે દરમિયાન પરસાણા નગરમાં સ્થાનિકોએ વિરોધ દર્શાવી કામગીરી અટકાવવાનો પ્રયત્નો કર્યો હતો અને અમારા વિસ્તારના કુતરાઓ રાત્રીના રક્ષકનું કામ કરે છે. આથી રખડતા - ભટકતા કુતરા પકડો તેમ કહી અમુક કુતરાઓને પકડતા અટકાવવા મનપાના કર્મચારીઓએ બળજબરી પૂર્વક કામગીરી હાથ ધરતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો હતો ત્યારે અમુક 
લોકોએ પથ્થરમારો શરુ કરી કામગીરીનો વિરોધ કરતા ઢોર પકડ પાર્ટીના કર્મીઓને ના છુટકે સ્થળ છોડીને નાસી છુટવુ પડ્યુ હતું.
જાકાસણિાએ વધુમાં જણાવેલ કે કુતરાઓનું રસીકરણ કરવા માટે ઢોર પકડ પાર્ટી અને કોન્ટ્રાકટના માણસો દ્વારા કુતરાઓને પકડીને પાંજરામાં પુરવામાં આવે છે. જે કામગીરી દરેક વિસ્તારમાં કાર્યરત છે છતાં અમુક વિસ્તારોમાં આ પ્રકારની કામગીરીનો વિરોધ કરવામાં આવતો હોય છે તેવું જ આજે પરસાણાનગરમાં બન્યું હતું. સ્થાનિકોએ પથ્થરમારો કરતા મનપાના ત્રણ કર્મચારીઓને સામાન્ય ઈજા પહોંચી હતી. આથી પોલીસને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી અને હુમલો કરનાર શખ્સો વિરુધ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ છે. આમ, આજરોજ પરસાણા નગરમાં કુતરા પકડવા ગયેલ મનપાને ઢોર પકડ પાર્ટી ઉપર હુમલો થતાં ત્રણ કર્મીઓને ઈજા થઈ હતી જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી હાલ મામલો થાળે પાડ્યો છે.