15000ના પગારદારને મળશે 15 લાખની લોન

  • 15000ના પગારદારને મળશે 15 લાખની લોન
    15000ના પગારદારને મળશે 15 લાખની લોન

મુંબઈ, તા.29
હવે 72 કલાકની અંદર જ આપને સરળતાથી લોન મળી શકશે. ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકે નોકરીનાં વ્યવસાય માટે પર્સનલ લોનની સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી. આ સુવિધા આપનારી ભારતની આ પ્રથમ સ્મોલ ફાઇનાન્સ બેંક બની છે.
જો આપની સેલરી ઓછામાં ઓછી 15 હજાર રૂપિયા છે તો બેંક આપને વધારેમાં વધારે 15 લાખ સુધીની લોન આપી શકે છે. આપ આ લોનને એકથી લઇને 5 વર્ષ સુધીમાં ચૂકવી શકો છો.
જો આપ અમદાવાદ, બેંગલુરૂ, દિલ્હી, કોલકાતા, પૂણે, સુરત, મુંબઇ, અંકલેશ્વર, કોયમ્બતૂર, કોચ્ચિ, ચેન્નઇ અને વડોદરા જેવાં શહેરોમાં રહો છો તો પછી આપને બેંક સરળતાથી લોન આપશે. હાલમાં બેંકે માત્ર અહીં લોકોને માટે સુવિધા શરૂ કરી છે. બેંક આગળ જઇને આવા અન્ય શહેરોમાં પણ આ સુવિધા ઉપલબ્ધ કરશે.
બેંકે જણાવ્યું કે લોકો સરળ હપ્તામાં જ લોનની રકમને પરત પણ કરી શકે છે.
એપ્લાઇ કરવાનાં ત્રણ દિવસોની અંદર જ લોન પ્રોસેસ થઇ જશે. બેંક આ લોન પર વીમાની સુવિધા પણ આપી રહેલ છે. લોન લેવા માટે આપે https://ujjivansfb.rupeepower.com/personal-loan પર ક્લિક કરવાનું રહેશે.
બેંકની વેબસાઇટ પર જઇને જ લોનને માટે એપ્લાય કરવાનું રહેશે. આને માટે ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત પડશે. તેમાં એડ્રેસ પ્રૂફ માટે આધાર કાર્ડ, પાસપોર્ટ, ડીએલ, વોટર આઇડી અને પેનકાર્ડ જેવાં ડોક્યુમેન્ટ્સ શામેલ છે. લોન લેવા માટે આપે આધાર કાર્ડ ખૂબ જરૂરી છે. આ સિવાય 3 મહીનાની સેલરી સ્લિપ અને 6 મહીનાનું બેંક સ્ટેટમેન્ટ હોવું પણ ખૂબ જરૂરી છે.