3999માં કઈઉ ટીવી!

  • 3999માં કઈઉ ટીવી!
    3999માં કઈઉ ટીવી!

નવી દિલ્હી તા.29
ડિટેલ કંપનીએ મંગળવારે ભારતીય બજારમાં અત્યાર સુધીનું સૌથી સસ્તું એલસીડી ટીવી લોન્ચ કર્યું છે. જેની કિંમત 3,999 રૂપિયા રાખવામાં આવી છે. આ લોન્ચિંગ સાથે કંપનીએ દાવો કર્યો છે કે આ એલસીડી દુનિયાનું સૌથી ઓછી કિંમત ધરાવતું ટીવી છે. સસ્તા એલસીડી ટીવી લોન્ચ કરવા પર કંપનીએ 100 કરોડ રૂપિયા કમાવવાનો લક્ષ્ય રાખ્યો છે.
ડીટેલની પેરેનટ કંપની એસજી કોર્પોરેટ મોબીલિટીના દ્વારા ગયા વર્ષે ઓગસ્ટમાં 299 રૂપિયાનો સૌથી સસ્તો ફીચર ફોન બજારમાં મૂકી લોકોને આકર્ષિત કર્યા હતા. ત્યારબાદ હવે બજારમાં સૌથી સસ્તું એલસીડી ટીવી લાવી લોકોને અચંબામાં મૂકી દીધા છે. કંપનીએ આ સસ્તુ એલસીડી ટીવી એવા લોકો અને વિસ્તારોને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યુ છે જે લોકો વધારે કિંમતના કારણે ટીવી ખરીદી શકતા નથી અને આજે પણ ટીવી જોવાથી વંચીત રહી જાય છે. વધુ જાણકારી આપતાં ભાટીયાએ જણાવ્યું, પઅમે હંમેશા એ શ્રેણીનું ઉત્પાદન રજૂ કરીએ છીએ જેની કોઈ બ્રાન્ડ ન હોય. અમારું લક્ષ્ય દેશના દૂરના વિસ્તારો સુધી પહોંચવાનું છે. ચાલુ નાણાકીય વર્ષમાં અમારો 100 કરોડનો લક્ષ્યાંક છે. ટીવી આમાં ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.થ ગયા નાણાંકીય વર્ષમાં કંપનીની આવક 50 કરોડ રૂપિયા હતી. કંપનીએ 24થી 65 ઈંચની શ્રેણીમાં 10 ટીવી મોડલ રજૂ કર્યા છે. આ ટીવીને હાલ ડિટેલની વેબસાઇટ અને મોબાઈલ એપથી ખરીદી શકાય છે. આવતા વર્ષે લોકો આ ટીવી એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ખરીદી શકશે.