લોકસભા ચૂંટણીમાં સબ રજિસ્ટ્રાર કચેરીનો સ્ટાફ જોડાતા કામગીરી ખોરવાશે

  •  લોકસભા ચૂંટણીમાં સબ રજિસ્ટ્રાર કચેરીનો સ્ટાફ જોડાતા કામગીરી ખોરવાશે
    લોકસભા ચૂંટણીમાં સબ રજિસ્ટ્રાર કચેરીનો સ્ટાફ જોડાતા કામગીરી ખોરવાશે

લોકસભા ચૂંટણીમાં સબ રજિસ્ટ્રાર કચેરીનો સ્ટાફ જોડાતા કામગીરી ખોરવાશે રાજકોટ તા,18
લોકસભા ચૂંટણીના કારણે આગામી તા.22થી 24 ત્રણ દિવસ દરમિયાન રાજકોટ સહિત રાજ્યભરની સબરજીસ્ટાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી ખોરવાઈજનાર છે. ચૂંટણી કામગીરીમાં સબરજીસ્ટાર કચેરીઓનો સ્ટાફને જવાબદારી સોંપવામાં આવતા કચેરી ત્રણ દિવસ સુધી બંધ રહેનાર છે.
ગુજરાતની 26 લોકસભા બેઠક ઉપર 23મી લના રોજ મતદાન થવાનું છે. મતદાનના દિવસે તોતમામ સરકારી કચેરીઓ બંધ હોય છે પણ આ વખતે કેટલીક સબ રજિસ્ટ્રાર કચેરીઓ મતદાન પહેલાએક દિવસ અને મતદાન પછી એક દિવસ બંધ રહેશે તેવા બોર્ડ અત્યારથી જ સબ રજિસ્ટ્રાર કચેરીઓ આગળ લગાડી દેવાયા છે.
રાજકોટ સહિત કેટલીક સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં 22.23 અને 24મી એપ્રિલના રોજ વેચાણ સહિત અન્ય પ્રકારના દસ્તાવેજની નોંધણી થઈ શકશે નહીં.
સબ રજિસ્ટ્રાર કચેરી આગળ એક બોર્ડ લગાાર કચેરીઓ તમામ સ્ટાફ ચૂંટણીનીકામગીરીમાં રોકાયેલો છે જેથી આગામી 22થી 24મી એપ્રિલ દરમિયાન સબ રજિસ્ટ્રારની કચેરી બંધ રહેશે. આ દરમિયાન નાગરિકો દસ્તાવેજોની નોંધણી કરાવી શકશે નહીં. જોકે આવી જ પરિસ્થિતિ રાજ્યની અન્ય સબ રજિસ્ટ્રાર કચેરીઓની પણ રહેશે જો સ્ટાફ નહીં હોય તો સબ રજિસ્ટ્રારની કચેરઓ ત્રણ દિવસ બંધ રહેવાની સંભાવના છે.