સિધ્ધુ ઓળઘોળ; બોલ્યા: જીવે જીવે પાકિસ્તાન !

કરતારપુર તા.28
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કરતારપુરમાં ગુરુદ્વારા દરબાર સાહિબને ભારતના ગુરદાસપુર જિલ્લામાં સ્થિત ડેરા બાબા નાનક ગુરુદ્વારા સાથે જોડનારા કોરિડોરનો શુલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગમાં હાજર રહેલા પંજાબ સરકારના મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પર રીતસરના ઓવારી ગયાં હતાં.
આ પ્રસંગે સિદ્ધુએ કહ્યું કે, હિન્દુસ્તાન જીવે, પાકિસ્તાન જીવે.. આ તમામ દુનિયા જીવે..સૂરજ ચાંદ તારા આ આખું આસમાન જીવે..મારો યાર દિલદાર ઈમરાન જીવે સિદ્ધુએ
સાથોસાથ કહ્યું કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે ખૂબ લોહી વહી ચૂક્યું છે હવે ભાઈચારો વધારવાનો સમય છે. બંને દેશ એકબીજાની સાથે જ આગળ વધી શકે છે.
સિદ્ધુએ વધુમાં કહ્યું કે, ગુરુનાનક દેવજીએ એકતાનો સંદેશ આપ્યો હતો. આપણે એક બીજાને જોવાનો દૃષ્ટિકોણ બદલવો પડશે. સિદ્ધુએ કહ્યું કે, કરતારપુર કોરિડોર બંને દેશોની વચ્ચે સંપર્ક વધારશે, જે સંપર્ક તૂટી ગયો હતો તે હવે ફરી જોડાઈ રહ્યો છે. જ્યારે પણ કરતારપુર કોરિડોરનો ઈતિહાસ લખવામાં આવશે તો ઈમરાન ખાનનું નામ પહેલા પાને લખવામાં આવશે. તેઓએ એમ પણ કહ્યું કે, ભાગલા દરમિયાન બે પંજાબ તૂટી ગયા હતા, આજે ઈમરાજ જેવી કોઈ ચાવી આવવી જોઈએ અને તેને જોડવી જોઈએ.