આ એકટ્રેસે ઠોકર મારી 2 કરોડની ફેરનેસ ક્રીમની જાહેરાત

  • આ એકટ્રેસે ઠોકર મારી 2 કરોડની ફેરનેસ ક્રીમની જાહેરાત

આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુઓની જાહેરાત તેની સાથે જોડાયેલ સેલિબ્રિટીના કારણે વધારે વેચાય છે કેમકે તેના કારણે જાહેરાત જોનારાને વિશ્વાસ આવે છે. આ જ કારણે કેટલાક કલાકારો જાહેરાતોથી દુર જ રહે છે. કેમકે તેઓ જાણે છે કે તેમની જવાબદારી કેટલી વધી જાય છે. તેલુગુ એકટ્રેસ સાઈ પલ્લવીએ 2 કરોડની જાહેરાતને ઠોકર મારી છે.

 
રિપોર્ટસ અનુસાર સાઈએ એક મોટી બ્રાંડની ડીલને ઠુકરાવી દીધી છે. આ જાહેરાત માટે તેને 2 કરોડની રકમ મળવાની ઓફર કરવામાં આવી હતી આમ છતાં તેણે આ ઓફર સ્વીકારી નથી. હવે સવાલ એ છે કે એવું તો શું છે આ જાહેરાતમાં કે આ એકટ્રેસે તેને કરવાની ઘસીને ના પાડી દીધી છે. આપને જણાવી દઈએ કે પલ્લવીને એક ગોરાથવાની ક્રીમ માટે બે કરોડની તગડી રકમની ઓફર કરવામાં આવી હતી.
 
 
 
 
 
  શા માટે જાહેરાત કરવાનો કર્યો ઈનકાર? વાસ્તવમાં આ એકટ્રેસને પિંપલ્સની સમસ્યા છે અને તેને લાગી રહ્યુ છે કે જો તે આ જાહેરાત કરશે તો તેના માટે સારૂ નથી. જો કે સોશિયલ મીડિયા પર તેના પ્રશંસકોએ કહ્યુ છે કે પિંપલ્સની સમસ્યાથી આટલી મોટી ઓફર ન ફગાવવી જોઈએ. જો કે સાઈ પોતાની વાતથી ટસથી મસ થવા નથી માંગતી. હાલમાં જ પલ્લવીએ કોસ્મેટિક્સ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેણે કહ્યું હતુ કે સુંદર દેખાવા ખાતર તે ક્યારેય કોસ્મેટિક્સનો ઉપયોગ નહી કરે.