ગુજરાતનું એક એવું ગામ જ્યાં 5 દિવસ પહેલા યોજાશે લોકસભાની ચૂંટણી?

  • ગુજરાતનું એક એવું ગામ જ્યાં 5 દિવસ પહેલા યોજાશે લોકસભાની ચૂંટણી?

સમગ્ર ગુજરાતમાં 23 એપ્રિલના રોજ ચુંટણી યોજાશે પણ ગુજરાતમાં વસેલા આ ગામમાં તા.19મી મેંના રોજ લોકસભાની ચુંટણી યોજાશે. આ ગામ ગુજરાતની સરહદ પર આવેલું છે પણ આ ગામ મધ્યપ્રદેશના અલિરાજપુર જિલ્લાનું છે. જ્યારે દેશને આઝાદી મળી ત્યારે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા. મધ્યપ્રદેશ રાજ્યનો અલિરાજપુર જિલ્લો છે. આ જિલ્લાના કઠીવાડા તાલુકાનું એક ગામ સાજનપુર છે. સાજનપુરની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે આ ગામની ચારેય બાજુ કોઇ પણ જગ્યાએથી સાજનપુરની હદ મધ્યપ્રદેશને અડતી જ નથી. આ ગામના તમામ સિમાડા માત્રને માત્ર ગુજરાતના ગામોને જ સ્પર્શે છે. સાજનપુર ગામ મધ્યપ્રદેશનું હોવા છંતા પણ ગુજરાત રાજ્યમાં આવેલું છે.   ગુજરાત રાજ્યમાં આવેલું સાજનપુર ગામ મધ્યપ્રદેશનું છે. સમગ્ર ગુજરાતમાં જ્યારે લોકસભાની ચૂંટણી 23 એપ્રિલના રોજ યોજાવાની છે. ત્યારે આ સાજનપુર ગામમાં લોકસભાની ચૂંટણી 19મી મેંના રોજ યોજાશે. અહીંયા ચૂંટણીને લગતી તમામ પ્રકારની કામગીરી મધ્યપ્રદેશથી જ થાય છે. ચૂંટણીના કર્મચારીઓ તેમજ તમામ પ્રકારની કામગીરી અત્રે મધ્યપ્રદેશ સરકાર જ કરે છે. સાજનપુર ગામ ચારેય બાજુથી ગુજરાતની હદને જોડાયેલું છે. એક રીતે ટાપુ જેવી સ્થિતિમાં આ ગામ આવેલું છે. અહીંયા મોબાઈલ ફોનના નેટવર્ક પણ ગુજરાતના જ ચાલે છે. સાજનપુર ગામમાં પ્રવેશવાનો રસ્તો પણ ધુળિયો અને બિસમાર છે. આ ગામમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય તેમજ માધ્યમિક શાળા પણ આવેલી છે.