અભિનંદનનો BJPને સપોર્ટ, મોદીને ગણાવ્યા સારા PM’, સત્ય હકીકત આવી સામે

  • અભિનંદનનો BJPને સપોર્ટ, મોદીને ગણાવ્યા સારા PM’, સત્ય હકીકત આવી સામે

શું ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરવાની જાહેરાત કરી છે? શું તેમણે પહેલાં તબક્કાના ચૂંટણી પ્રચારમાં ભાજપને વોટ કર્યો છે? શું અભિનંદને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે અને કોંગ્રેસ પાર્ટી પર પ્રશ્ન ઉઠાવ્યા છે? આ બધા જ પ્રશ્ન ફેસબુક, ટ્વિટર, વ્હોટસએપ સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અભિનંદન સાથે જોડાયેલા એક મેસેજ વાયરલથી થઇ રહ્યા છે. વાયરલ મેસેજમાં દાવો કરાયો છે કે અભિનંદને આવું કર્યું છે. પરંતુ શું છે આ વાયરલ દાવાની સચ્ચાઇ, આવો જાણીએ… ફેસબુક અને ટ્વિટર પર એક ફોટો વાયરલ થયો છે. આ ફોટોની સાથે લગભગ એક જ વાત કેટલીય જગ્યાએ લખી છે. વાયરલ મેસેજ આ પ્રકારે છે – વિંગ કમાન્ડર અભિનંદન જી એ ખુલ્લેઆમ ભાજપનું સમર્થન કર્યું અને વોટ પણ નાંખ્યો મોદીજી ને વડાપ્રધાન બનાવા માટે અને તેમનું કહેવું છે કે વર્તમાનમાં મોદી જી થી સારા વડાપ્રધાન કોઇ બીજા હોઇ જ ના શકે. કોંગ્રેસીઓ તમે કોઇ જવાનને જીવતો પાછો લાવી ના શકો. તો પ્રશ્ન એ છે કે ખરેખર અભિનંદને ભાજપને સપોર્ટ કરવાની જાહેરાત કરી છે. આ કોઇ તેમની છબીનો સોશિયલ મીડિયા પર ખોટો ઉપયોગ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો ફોટો ધ્યાનથી જોશો તો ખબર પડશે કે અભિનંદનના અસલ ફોટો અને વાયરલ ફોટોમાં ઘણું અંતર છે. વાયરલ ફોટોમાં દેખાઇ રહેલ વ્યક્તિની અભિનંદનની જેમ મૂંછો ચોક્કસ છે, પરંતુ તેના ચહેરામાં કેટલીય વસ્તુઓ અલગ છે.