બેટ દ્વારકાના દરિયામાંથી 5.76 મીટર લાંબી 2000 કિલો વજનની મૃત વ્હેલ માછલી મળી

  • બેટ દ્વારકાના દરિયામાંથી 5.76 મીટર લાંબી 2000 કિલો વજનની મૃત વ્હેલ માછલી મળી

દ્વારકાના દરિયામાં અનેક દરિયાઇ જીવસૃષ્ટિ વસવાટ કરે છે. વ્હેલ શાર્ક માછલીઓ પણ બહોળા પ્રમાણમાં જોવા મળે છે. મંગળવારે સવારે મરીન કમાન્ડો અને એસઆરડી ટીમ રૂટીન પેટ્રોલિંગમાં હતી ત્યારે બેટ દ્વારકાના ખાડી વિસ્તારમાં વ્હેલ શાર્ક માછલીનો મૃતદેહ પાણીમાં તરતો જોવા મળ્યો હતો. ફોરેસ્ટ વિભાગે 5.76 મીટર લાંબી અને 2000 કિલો વજન ધરાવતી વ્હેલ માછલીના મૃતદેહનો હવાલો સંભાળી પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.