જામનગરમાં પેરેલીસીસ બાદ બ્રેઇનડેડ વેપારીની કિડની, લીવર અને આંખોનું દાન કરાયું

  • જામનગરમાં પેરેલીસીસ બાદ બ્રેઇનડેડ વેપારીની કિડની, લીવર અને આંખોનું દાન કરાયું

જામનગર: શહેરના જનતા સોસાયટી સામે શાંતિનગર શેરી નં. 3માં રહેતા અને ટ્રાન્સપોર્ટ કાર્ગા કુરીયર અને આઇસ્ક્રીમનો ધંધો કરતા જીગ્નેશભાઇ કેશવજીભાઇ વિરાણી (ઉ.વ.46)ને અચાનક જ મગજમાં લોહી બંધ થઇ જતાં પેરેલીસીસનો એટેક આવ્યો હતો. જે બાદ તેમને હોસ્પિટલ ખસેડ્યા હતાં. પરંતુ સારવાર કારગત ન નિવડી તેઓ બ્રેઇનડેડ થયા હતા. જે અંગે તેમના પરીવારમાં રહેલી પત્ની, માતા અને બન્ને સંતાનો, કાકા, સાળા વગેરેને જાણ કરતા તેઓએ સંયુક્ત રીતે નિર્ણય લઇ તેના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.