કાશ્મીરના પત્રકારના હત્યારા સહિત 6 ત્રાસવાદી ઠાર

  • કાશ્મીરના પત્રકારના હત્યારા  સહિત 6 ત્રાસવાદી ઠાર
    કાશ્મીરના પત્રકારના હત્યારા સહિત 6 ત્રાસવાદી ઠાર

શ્રીનગર,તા. ૨૩
જમ્મુ કાશ્મીરના અનંતનાગના બિજબહેરામાં સુરક્ષા દૃળોની સાથે થયેલી ભીષણ અથડામણમાં આજે છ ત્રાસવાદૃીઓ ઠાર થયા હતા. ઠાર થયેલા ત્રાસવાદૃીઓમાં પત્રકાર સુજાત બુખારીની હત્યામાં સામેલ રહેલો કુખ્યાત ત્રાસવાદૃી અજાદૃ મલિક પણ સામેલ છે. ત્રાસવાદૃીઓ પાસ્ોથી જે હથિયારો મળ્યા છે ત્ો ચોંકાવનાર છે. આ જથ્થો યુદ્ધ લડવા જેટલો જથ્થો છે. ઠાર થયેલા ત્રાસવાદૃીઓની ઓળખ કરી લેવામાં આવી છે. તોઈબાના ત્રાસવાદૃીઓ હોવાની વિગત સપાટી પર આવી છે. આ વર્ષે જુનમાં ત્રાસવાદૃીઓએ રાઈઝીંગ કાશ્મીરના એડિટર ઈન ચીફ સુજાત બુખારીની કારમાં જ ગોળી મારીન્ો હત્યા કરી દૃીધી હતી. આજે મળેલી સફળતાની સાથે જ ભારતીય સ્ોના અન્ો પોલીસન્ો મોટી સફળતા હાથ લાગી છે. ઠાર કરવામાં આવેલા ત્રાસવાદૃીઓની પાસ્ોથી મોટી માત્રામાં વિસ્ફોટકો અન્ો હથિયારોના જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. હજુ આ વિસ્તારમાં વધુ કેટલાક ત્રાસવાદૃીઓ છુપાયેલા હોઇ શકે છે. જેથી જોરદૃાર ઓપરેશન હજુ ચાલી રહૃાુ છે.