હાર્દિક પટેલ ચૂંટણી પ્રચાર માટે ઉડશે, કોંગ્રેસે આપ્યું ચાર્ટર પ્લેન

  • હાર્દિક પટેલ ચૂંટણી પ્રચાર માટે ઉડશે, કોંગ્રેસે આપ્યું ચાર્ટર પ્લેન

અમદાવાદ: હાર્દિક પટેલ રાજકારણમાં પણ કાંઠુ કાઢી રહ્યો છે. તાજેતરમાં જ કોંગ્રેસમાં જોડાયેલ હાર્દિક પટેલ આજે કોંગ્રેસમાં સ્ટાર પ્રચારક બન્યો છે. એટલું જ નહીં આ યુવા નેતાને કોંગ્રેસ પાર્ટીએ ઘણી મોટી જવાબદારી પણ આપી છે. સાથોસાથ કોંગ્રેસ પાર્ટીએ જુના જોગીઓને મનમાં ઇર્ષ્યા થાય એવી મોટી સુવિધા પણ હાર્દિક પટેલને આપી છે. કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલને ચૂંટણી પ્રચાર માટે અલગથી પ્રાઇવેટ જેટ ચાર્ટર પ્લેન ફાળવ્યું છે. જે જોતાં ચૂંટણી પ્રચાર માટે હાર્દિક પટેલ હવે દોડશે નહીં ઉડશે.  પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલ હાર્દિક પટેલ આજે રાજકારણમાં પણ મોખરે છે. ગુજરાતની ભાજપ સરકાર સામે ટક્કર આપી છેવટે કોંગ્રેસનો હાથ પકડી હાર્દિક પટેલે રાજકારણમાં કદમ માંડ્યા છે. પરંતુ રાજકારણમાં પણ હાર્દિક તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. કોંગ્રેસમાં જોડાતાં જ હાર્દિક પટેલ મોટા નેતાઓની હરોળમાં આવી ગયો છે.