લોકસભા ચૂંટણી 2019: PM મોદીએ સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, જનતા મોંઘવારી શબ્દ ભૂલી

  • લોકસભા ચૂંટણી 2019: PM મોદીએ સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, જનતા મોંઘવારી શબ્દ ભૂલી

સુરેન્દ્રનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિંમતનગર ખાતે ચૂંટણી સભાને સંબોધ્યા બાદ વડાપ્રધાન ગુજરાતની સુરેન્દ્રનગર બેઠક પર પહોચ્યાં હતા. સુરેન્દ્રનગર બેઠક પર સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઝવેરચંદ મેઘાણીની ભૂમી તથા મા ચામુંડાની ભૂમીને નમન કહીને ભાષણ શરૂ કર્યું હતું. મોટી સંખ્યામાં આવેલા કાર્યકર્તાઓએ મોદી મોદીના નારા પણ લગાવ્યા હતા.  મહાવીર સ્વામીની જન્મજયંતિની શુભકામનાઓ પાઠવી હતી. ગુજરાતમાં આવેલા વાવાઝોડામાં જે લોકોના મોત થયા તે લોકોના પરિવાર અંગે દુખ વ્યક્ત કર્યું હતું. ધાગ્રધ્રાના રાજમાતાના નિધન પર પણ શ્રદ્ધાજલિ અર્પી હતી. વડાપ્રધાને કહ્યું કે, આખા દેશમાં જમણ ત્યા સુધી સારુ ના લાગે જ્યાં સુધી સુરેન્દ્રનગરનું મીઠું ના ભળે...