યોગ્ય વ્યક્તિને યોગ્ય સ્થાને ગોઠવવા મળેલ તકનો ઉપયોગ કરો: પૂજય યશોવિજયસૂરીશ્ર્વરજી મહારાજા

  • યોગ્ય વ્યક્તિને યોગ્ય સ્થાને ગોઠવવા મળેલ તકનો ઉપયોગ કરો: પૂજય યશોવિજયસૂરીશ્ર્વરજી મહારાજા

આપણી તાકાત જયાં કામ કરતી ન હોય તો જેની તાકાત કામ કરી રહી 
છે તેને પ્રોત્સાહિત કરવાનું કામ આપણે સહુએ ભેગા થઇને કરવાનું છે. 23 લાખ પશુઓ બિનઅધિકૃત રીતે દેશમાંથી જતા હતા અને કપાતા હતા તેને અટકાવવાનું કાર્ય સરકારે કર્યું.
અહિંસાનો ઝંડો ભારતમાં લહેરાય તે માટેનો એક અવસર તમારી પાસે આવી રહ્યો છે યોગ્ય વ્યક્તિ યોગ્ય સ્થાને ગોઠવાય તો માત્ર શાસનમાં નહીં પણ દેશમાં આધ્યાત્મિક વાતાવરણ બની શકે. જેની પાસે એક આંખ ન હોય તેને કાંણો કહેવાય, જેની પાસે બે આંખ ન હોય તેને આંધળો કહેવાય પરંતુ જેની પાસે વિવેકની ત્રીજી આંખ ન હોય તેને મુરખ કહેવાય છે. આ સમયે રજાના દિવસોમાં લોનાવાલા ચાલ્યા ગયા અને જો યોગ્ય વ્યક્તિને યોગ્ય સ્થાને ગોઠવવાની તમારી ફરજનો ઉપયોગ ન થયો તો દેશને નહીં ધર્મને પણ તકલીફમાં મુકાવું પડે. દેશની રક્ષામાં નિમિત્ત બનતી તમારી તાકાતને ઓળખો.
વિવેકદૃષ્ટિ રૂપી ત્રીજા નેત્રના વિવેકપૂર્ણ ઉપયોગ દ્વારા સંઘ શાસન સંસ્કૃતિ અને દેશની રક્ષા માટે જે તક મળી છે તેનો ઉપયોગ કરો 
દેશ બચશે તો શાસન બચશે
દેશ બચશે તો સંસ્કૃતિ બચશે