આ ગુજરાતીએ બનાવી PM નરેન્દ્ર મોદીની વિશ્વની સૌથી નાની પેન્સિલ કાર્વિંગ પ્રતિમા

  • આ ગુજરાતીએ બનાવી PM નરેન્દ્ર મોદીની વિશ્વની સૌથી નાની પેન્સિલ કાર્વિંગ પ્રતિમા

વિશ્વની સૌથી નાની PM નરેન્દ્ર મોદીની પ્રતિમા બનાવવાનો દાવો સુરતના એક કાર્વિંગ આર્ટીસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. સુરતના પવન શર્મા નામના વ્યક્તિ દ્વારા પેન્સિલની અણી ઉપર મોદીની આકૃતિ તૈયાર કરી છે. તેમણે મોદીના એક ફોટો ઉપરથી આ આકૃતિ તૈયાર કરી છે ત્યારે આ આકૃતિ ખુદ જાતે પોતાના હાથે મોદીને ભેટ આપવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે.

 
સુરતના ડુંભાલ વિસ્તારમાં રહેતા પવન શર્મા નામના વ્યક્તિ પેન્સિલ કાર્વિંગમાં માસ્ટરી ધરાવે છે આ આર્ટિસ્ટ દ્વારા પેન્સિલ ઉપર 130 જેટલી પ્રતિકૃતિ બનાવી છે. જેમાં છેલ્લી એટલે કે 131મી પ્રતિકૃતિ જે બનાવી છે તે છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છે. નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ તેમણે જે બનાવી છે તે વિશ્વની સૌથી નાની મોદીની પ્રતિકૃતિ હોવાને તેમણે દાવો પણ કર્યો છે. મોદીની પ્રતિકૃતિ બનાવનાર પવન શર્માના નામે 13 જેટલા રેકોર્ડ છે અને હવે તેઓ ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરવા માટે પણ જઇ રહ્યા છે. તેઓ મોદીના ફેન્ડ્રસ ક્લબમાં હોવાને નાતે તેઓ મોદીને પસંદ કરે છે સાથે સાથે મોદી દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોને લઇને તેઓ ખાસા પ્રભાવિત થયા છે. આ કારણે તેમને મોદીની કાર્વિંગ પ્રતિમા બનાવવાનો વિચાર આવ્યો અને આ વિચારને તમણે પેન્સિલની અણી ઉપર ઉતારી દીધો.