વિજય રૂપાણી જેમના માટે મત માંગી રહ્યા હતાં તે નેતા જ તાણી રહ્યા હતા ઘોડા

  • વિજય રૂપાણી જેમના માટે મત માંગી રહ્યા હતાં તે નેતા જ તાણી રહ્યા હતા ઘોડા

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના હનમતમાળ ખાતે આજ રોજ ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સભા યોજાઈ હતી. જ્યાં વલસાડ બેઠકના ભાજપના ઉમેદવાર ડો. કે.સી.પટેલના સમર્થનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા અને તેઓ સભાને સંબોધી રહ્યા હતાં. આ દરમિયાન મુખ્યમંત્રીના ભાષણ વખતે જ વલસાડ બેઠકના ભાજપના ઉમેદવાર કે. સી. પટેલ ઉંઘતા ઝડપાયા હતાં.

મુખ્યમંત્રી વિજય રૂપાણી પાકિસ્તાન અને કોંગ્રેસ પર પ્રહાર કરતાં રહ્યાં અને કે.સી. પટેલ સ્ટેજ પર જ આંખો બંધ કરીને સૂઇ રહ્યાં હતાં. કે.સી પટેલનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે.

કે.સી પટેલના આ વીડિયો પર સોશિયલ મીડિયામાં લોકો કોમેન્ટો કરી રહ્યા છે અને ઉમેદવારની ક્યાંકને ક્યાંક મજાક પણ ઉડાવી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે, અગાઉ 25મી માર્ચના રોજ નવસારી ખાતે યોજાયેલા ભાજપના સ્નેહમિલ સમારોહમાં પણ કે.સી. પટેલ આરામ ફરમાવી રહ્યાં હતાં ત્યારે ધારાસભ્ય અરવિંદ પટેલે ભંગ પડાવતાં જગાડ્યાં હતાં. તમને જણાવી દઇએ કે, તે વખતે કેબિનેટ મિનિસ્ટર ગણપત વસાવાનું ભાષણ ચાલતું હતું.