રાયડૂના રમુજી ટ્વીટ પર કોઈ પગલા નહીં: બીસીસીઆઈ અધિકારી

  • રાયડૂના રમુજી ટ્વીટ પર કોઈ પગલા નહીં: બીસીસીઆઈ અધિકારી

નવી દિલ્હીઃ અંબાતી રાયડૂએ વિશ્વ કપ ટીમમાં સ્થાન ન મળ્યા બાદ આ નિર્ણયના મજાક ઉડાવતા ટ્વીટ કર્યું હતું પરંતુ બીસીસીઆઈએ બુધવારે કહ્યું કે, આ બેટ્સમેન પર કોઈ દંડ ફટકારવાની યોજના નથી.  આ હૈદરાબાદી ખેલાડીને મંગળવારે વિશ્વકપની 15 સભ્યોની ટીમમાં જગ્યા ન મળી અને ઓલરાઉન્ડર વિજય શંકરને પ્રાધાન્ય આપવામાં આવ્યુ હતું. ત્યારબાદ રાયડૂએ ટ્વીટ કર્યું કે, 30 મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થઈ રહેલી ટૂર્નામેન્ટના મેચો જોવા માટે તેણે થ્રી ડી ચશ્માનો ઓર્ડર કરી દીધો છે.