IPL 2019: પતિ બિન્નીના બચાવમાં ફરી એકવાર 'બેટિંગ' કરવા ઉતરી મયંતી લેંગર

  • IPL 2019: પતિ બિન્નીના બચાવમાં ફરી એકવાર 'બેટિંગ' કરવા ઉતરી મયંતી લેંગર

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં પંજાબના હાથે રાજસ્થાનના પરાજય બાદ તેના માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ થઈ ગયું છે. આ મેચમાં લાંબા સમય બાદ પોતાનું ફોર્મ શોધી રહેલા સ્ટુઅર્ટ બિન્નીની આક્રમક ઈનિંગ પણ ટીમની હાર બચાવવામાં સફળ રહી હતી. આ ઈનિંગ બાદ એકવાર ફરી ફેન્સનું ધ્યાન બિન્ની તરફ ગયું અને તે ટ્રોલ થયો. તેના પર મયંતી લેંગર પણ પોતાના પતિના બચાવમાં આવી અને ટ્રોલર્સને કરારો જવાબ આવ્યો હતો.  બિન્નીની શાનદાર ઈનિંગ
આ મેચમાં પંજાબે 182 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 170 રન બનાવી શકી હતી. બિન્નીએ અંતમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 11 બોલમાં અણનમ 33 રન બનાવ્યા હતા. પરંતુ તે ટીમને વિજય અપાવવામાં અસફળ રહ્યો હતો. લાંબા સમય બાદ બિન્નીના બેટથી આ પ્રકારની ઈનિંગ જોવા મળી હતી.