વિરાટ-અનુષ્કાએ આરબીસીના ખેલાડીઓને આપી ડિનર પાર્ટી

  • વિરાટ-અનુષ્કાએ આરબીસીના ખેલાડીઓને આપી ડિનર પાર્ટી

મુંબઈઃ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ મંગળવારે રાત્રે આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે પાર્ટી રાખી હતી. આ પાર્ટી અનુષ્કા અને વિરાટે પોતાના મુંબઈ સ્થિત ઘરે આપી હતી. આ પાર્ટીમાં હિમ્મત સિંહ અને દેવ પાડીકલા સહિત અન્ય ખેલાડીઓ અને ટીમ મેમ્બર્સ સામેલ થયા હતા. આ પાર્ટીને કેટલિક તસ્વીરો સામે આવી છે.  હિમ્મત સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા લખ્યું- આ શાનદાર પાર્ટી માટે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો આભાર. વિરાટના ઇન્સ્ટાગ્રામ ફેન પેજ પરથી પણ કેટલાક ફોટો શેર કરવામાં આવ્યા છે.