વરસાદનું વિઘ્ન નડયું: ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની બીજી T-20 રદ

  • વરસાદનું વિઘ્ન નડયું: ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની બીજી T-20 રદ
    વરસાદનું વિઘ્ન નડયું: ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની બીજી T-20 રદ

મેલબોર્ન, તા.23
વરસાદનાં કારણે ભારત અને ઑસ્ટ્રેલિયા સામેની બીજી ટી-20 રદ્દ કરવામાં આવી છે. પહેલી બેટિંગ કરતા ઑસ્ટ્રેલિયાએ 19 ઑવરમાં 7 વિકેટે 132 રન કર્યા હતા. વરસાદ વિઘ્ન બનતા 20મી ઑવર રદ કરવામાં આવી હતી અને મેચ 19-19 ઑવરની રાખવામાં આવી છે. ડકવર્થ લૂઇસનાં નિયમ પ્રમાણે ભારતને 137 રન અપાયો હતો. જો કે વરસાદ ના અટકતા એકવાર ફરી ટાર્ગેટ 11 ઑવરમાં 90 રન અપાયો હતો. આખરે મેચ રદ્દ કરવામાં આવી હતી.
ઑસ્ટ્રેલિયા તરફથી શોર્ટ
14, લીન 13, મેક્સવેલ 19, સ્ટોઇનિસ 4, મેકડરમોટ 32, કૈરી 4, નાથન કટલર નિલ 18 અને એન્ડ્ર્યૂ ટાઇએ 12 રન બનાવ્યા હતા. કેપ્ટન ફિન્ચ 0 રને આઉટ થયો હતો. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર અને ખલીલ અહમદે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે બુમરાહ, કુલદીપ યાદવ
અને કુણાલ પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી હતી.
ભારતે ટીમમાં કોઈ જ બદલાવ નહોતો કર્યો. જ્યારે ઑસ્ટ્રેલિયાએ ઈજાગ્રસ્ત સ્ટાનલકેનાં સ્થાને નાથન કટલર નીલને સામેલ કર્યો હતો. ત્રણ મેચોની ટી-20 સીરીઝમાં ઑસ્ટ્રેલિયા 1-0થી આગળ છે. સતત 7 દ્વિપક્ષીય શ્રૃંખલા જીતી ચુકેલી વિરાટ કોહલીની ટીમ માટે ફરી એકવાર વરસાદ વિલન બન્યો હતો અને હવે ભારતે 1-0થી ટી-20 સીરીઝ ગુમાવી દીધી છે.
લોકેશ રાહુલનાં ખરાબ ફોર્મને જોતા બેટિંગ ક્રમમાં પરિવર્તન થઈ શકે છે. ઇંગ્લેન્ડ સામે માન્ચેસ્ટરમાં પહેલી ટી-20માં અણનમ 101 રન બનાવ્યા બાદ રાહુલ 6 મેચમાં ફક્ત 30 રન જ બનાવી શક્યો છે. ટીમ મેનેજમેન્ટે મનીષ પાંડેને બહાર રાખીને રાહુલને ત્રીજા નંબરે રાખ્યો છે. તો વિરાટ કોહલી ચોથા નંબરે બેટિંગ માટે ઉતરી રહ્યો છે. રાહુલે લય મેળવવાની જરૂર છે કેમકે
તે ટેસ્ટ ટીમમાં ભારતનાં
શીર્ષક્રમમાં હશે.