ટી-10 લીગમાં 47 વર્ષના ખેલાડી તાંબેએ હેટ્રિક લઈ પ વિકેટ ઝડપી

  • ટી-10 લીગમાં 47 વર્ષના ખેલાડી તાંબેએ હેટ્રિક લઈ પ વિકેટ ઝડપી
    ટી-10 લીગમાં 47 વર્ષના ખેલાડી તાંબેએ હેટ્રિક લઈ પ વિકેટ ઝડપી

નવી દિલ્હી, તા.23
ટી-10 લીગમાં બીજા સંક્રમણમાં આ વખતે બોલીંગનું અભુતપૂર્વ પ્રદર્શન જોવા મળ્યું હતું. ભારતના 47 વર્ષીય તાંબેએ ટૂર્નામેન્ટમાં બીજા દિવસની પહેલી ઓવરમાંજ હેટ્રિક લેવાની સાથે સિંધિજ માટે 5 વિકેટ ઝડપીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. આ મેચમાં કેરલા નાઇટ્સની ખરાબ શરૂઆત હોવા છતા પણ કેરલા નાઇટ્સે સિંધીજની સામે 10 ઓવરમાં 103 રન બનાવી લીધા હતા, પરંતુ તે મેચ જીતવામાં અસફળ રહ્યા હતા.
આ મેચમાં સૌથી ખાસ ચર્ચાનો વિષય બન્યો હતો 47 વર્ષીય ભારતીય ખેલાડી પ્રવીણ તાંબે. તાંબે આ સમયે ક્રિકેટની દુનિયાનો સૌથી ઉંમર લાયક ખેલાડી છે. તેમના પ્રદર્શનને જોઇને કોઇને પણ અહેસાસ ન થયો કે તે તેની ઉંંમર 47 વર્ષની છે. આ મેચોમાં સિધિજે પહેલા ટોસ જીતીને બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તાંબેએ તેની ઓવરમાં સૌથી પહેલા વેસ્ટઇન્ડિઝના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલ, કેપ્ટન ઇયોન મોર્ગન, કોરન પોલાર્ડ અને કેબિયન એલીની વિકેટ લઇને કેરલા નાઇટ્સને બેકફૂટ પર લાવી દીધી હતી. અને આ ચાર વિકેટોમાં હેટ્રીકનો પણ સમાવેશ થાય છે.
ત્યારબાદ મેચમાં ત્રીજા અને તેના બીજા ઓવરમાં તાંબેએ શ્રીલંકાના ઇપલ થરંગાની વિેકેટ ઝડપીને તેની પાંચમી વિકેટ ઝડપી જેથી કેરલા નાઇટ્સનો સ્કોર 3.1 ઓવર બાદ માત્ર 21 રન પર 6 વિકેટ થયો હતો. તાંબેએ તેની પ્રથમ ઓવરના બીજા બોલ પર જ ક્રિસ ગેલને શૂન્ય પર આઉટ કરીને કેરલા નાઇટ્સને ઝટકો આપ્યો અને 2 ઓવરમાં કુલ 15 રન આપીને 5 વિકેટ ઝડપી લીઘી હતી.