સ્માર્ટ સિટી એવોર્ડ-2019 માટે રાજકોટ ક્વોલિફાય

  • સ્માર્ટ સિટી એવોર્ડ-2019 માટે રાજકોટ ક્વોલિફાય

ભારતના 100 શહેરો પૈકી પસંદ થયેલા 33 શહેરમાં રાજકોટને ચોથું સ્થાન રાજકોટ તા.17
સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ ,મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ, ભારત સરકાર દ્વારા ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું છે. આ ઇન્ડીયા સ્માર્ટ સીટી એવાર્ડ - 2019માં, ભારતનાં 100 શહેરોમાથી કુલ 33 શહેરો ક્વોલીફાય થયા છે, જેમાં પર્ફોરમન્સનાં આધાર પર રાજકોટ શહેરનો પણ સમાવેશ થયેલ છે, તેમ રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર ઇન્ડીયા સ્માર્ટ સીટી એવાર્ડ - 2019માં ક્વોલીફાય થયેલ હોય, હાલમાં પ્રોપોઝ્લ સ્ટેજ માટે રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લી દ્વારા તૈયારી શરૂ કરવામાં આવેલ છે તથા 15 મે 2019 સુધીમાં ઇન્ડીયા સ્માર્ટ સિટી એવાર્ડ - 2019નાં કોન્ટેસ્ટનાં નિયમોનુસાર સબમિશન કરી ઇન્ડીયા સ્માર્ટ સિટી એવાર્ડ - 2019 મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવશે.
ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ કોન્ટેસ્ટ સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ ,મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ, ભારત સરકાર દ્વારા આયોજન કરવામાં આવેલ છે. આ કોન્ટેસ્ટ હેઠળ સ્માર્ટ સીટી મિશન અંતર્ગત કરવામાં આવતી મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ, અગ્રણી શહેર વ્યૂહરચનાઓ, નવીનતાના આધારે પ્રોજેક્ટ્સ, પ્રોજેક્ટ્સોથી થતી ઇમ્પાક્ટ ઓળખવામાં આવે છે. આ કોન્ટેસ્ટ દ્વારા પ્રોજેક્ટસ અને ઇનોવેટીવ યોજનાઓ જેનાં અમલીકરણથી સલામત તથા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થાય તેવા પ્રોજેકટસોને પ્રોત્સાહન આપવામાં આવે છે.
સ્માર્ટ સિટી યોજનામાં પાર્ટીસીપેટ થવા માટે ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડમાં 100 સ્માર્ટ સીટીઝ જ ભાગ લઇ શકાય, તથા તે સ્માર્ટ સીટીઝનાં એસ.પી.વી.ઓ દ્વારા કોન્ટેસ્ટમાં સબમીશન કરવામાં આવેલ.
ઇન્ડીયા સ્માર્ટ સીટી એવાર્ડ - 2019 માટે બે તબક્કામાં સબમિશન કરવામાં આવ્યું છે. જેમાં પહેલાં તબક્કો ક્વોલીફીકેશન સ્ટેજ છે, જે અંતર્ગત ગત વર્ષ દરમ્યાન દરેક સ્માર્ટ સીટી દ્વારા કરવામાં આવેલ સમગ્ર પ્રોગ્રેસનું મુલ્યાકંન કરવામાં આવે છે. જેના કુલ 50 માર્ક્સ છે, જેમાંથી જે સીટીઝને 30 માર્ક્સ મળે તે બીજો સ્ટેજ પ્રોપોસ્લ સ્ટેજ માટે ક્વોલીફાય થશે.
ક્વોલીફીકેશન સ્ટેજ અંતર્ગત એપ્રીલ - 2019 સુધી અમલીકરણ કરવામાં આવેલ સ્માર્ટ સીટી પ્રોજેક્ટસનું પર્ફોમેન્સ તથા તે પર્ફોમેન્સ સંબંધિત દસ્તાવેજી પુરાવાઓનું ઓનલાઇન સબમિશન - 30 માર્ક્સ તથા સ્માર્ટ સીટી એસ.પી.વી.ઓનું ગવર્નન્સનું પર્ફોમેન્સ તથા તે પર્ફોમેન્સ સંબંધિત દસ્તાવેજી પુરાવાઓનું ઓનલાઇન સબમિશન - 10 માર્ક્સ તથા દરેક સ્માર્ટ સીટીઝ દ્વારા કરવામાં આવેલ સીટીઝન આઉટરીચ ઇવન્ટો - 10 માર્ક્સ તથા રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. દ્વારા નિયત સમયાનુસાર દસ્તાવેજી પુરાવાઓ સાથે ઓનલાઇન સબમિશન કરવામાં આવેલ. ઇન્ડીયા સ્માર્ટ સીટી એવાર્ડ - 2019માં, ભારતનાં 100 શહેરોમાથી કુલ 33 શહેરો ક્વોલીફાય થયા છે, જેમાં રાજકોટ શહેરનું પર્ફોરમેન્સ અનુસાર રાજકોટ શહેરનું પણ સમાવેશ થયેલ છે. રાજકોટ શહેર ઇન્ડીયા સ્માર્ટ સીટી એવાર્ડ-2019માં ક્વોલીફાય થયેલ હોય, હાલમાં પ્રોપોઝ્લ સ્ટેજ માટે રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી દ્વારા તૈયારી શરૂ કરવામાં આવેલ છે તથા 15 મે 2019 સુધી ઇન્ડીયા સ્માર્ટ સીટી એવાર્ડ - 2019નાં કોન્ટેસ્ટનાં નિયમોનુસાર સબમિશન કરી ઇન્ડીયા સ્માર્ટ સિટી એવાર્ડ - 2019 મેળવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પુરા પ્રયત્ન કરવામાં આવશે.
ભારતના 33 સ્માર્ટ સીટી પૈકી ટોપ-10 માં અમરાવતી, પટણા, પીંપરી-ચીંચવાડ, રાજકોટ, સગાર, તીરૂચીરાપલ્લી, તીરૂનેલવેલી, તીરૂપુર, દીવ, ઇરોડી સહિતનો સમાવેશ થયો છે. પ્રથમ બે તબક્કામાં સમાવેશ થયેલ મુખ્ય શહેરમાં અમદાવાદ, ભોપાલ, ચેન્નાઇ, કોઇમ્બતુર, ઇંદોર, જબલપુર, પુણે, સુરત, ઉદયપુર, વિશાખાપટ્ટનમ, આગ્રા, હુબલી, કાનપુર, નાગપુર, નાસીક, રાંચી, તીરૂપતી, તુમાકુરુ, ઉજ્જૈન, વડોદરા અને કાકીનાડા સહિતના શહેરનો સમાવેશ થયો હતો.