ત્રિશલાનંદન વીર પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણક ઉત્સવની ઉજવણી

  • ત્રિશલાનંદન વીર પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણક ઉત્સવની ઉજવણી
  • ત્રિશલાનંદન વીર પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણક ઉત્સવની ઉજવણી

જિનવર તારું શાસન આ જગમાં છે મહાન એના આધારે મારે તરવો છે સંસાર
જગતને અહિંસા અને કરુણાનો સંદેશ આવનાર વીર પ્રભુ  મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે આજે રાજકોટમાં શોભાયાત્રા નીકળી હતી. જૈનોના ચારેય ફિરકા દરેક સંઘ અને સંસ્થાઓ દ્વારા શોભાયાત્રામાં આકર્ષક ફલોટસ બનાવવામાં આવ્યા હતા. આ શોભાયાત્રામાં 108 કાર 151 બાઈક અને સ્કૂટર તથા બેડાધારી કળશધારી બહેનો તેમજ શોભાયાત્રાના પ્રારંભમાં 100થી વધુ બાળકોની વેશભૂષા સ્પર્ધા રાખવામાં આવી હતી. ‘ત્રિશલાનંદન વીર કી જય બોલો મહાવીર કી’ના નારાથી રાજમાર્ગ ગૂંજી ઉઠ્યો હતો. મણિયાર દેરાસરથી આ શોભાયાત્રાનો આરંભ થયો હતો. જેનું રાજમાર્ગો પર 18 આલમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ વ્હોરા સમાજે શોભાયાત્રાનું સ્વાગત કરી અગ્રણીઓનું અભિવાદન કર્યું હતું. વીર પ્રભુના જન્મ કલ્યાણકના વધામણા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને આ શોભાયાત્રામાં આશીર્વચન પાઠવવા શ્રી જાગનાથમાં સંઘમાં બિરાજતા પૂજ્ય યશોવિજયસૂરીશ્ર્વરજી મહારાજા આદિઠાણા તેમજ સાધ્વી ભગવંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. મૂર્તિપૂજક તથા સ્થાનકવાસી સંઘના અગ્રણીઓ તથા શ્રાવક - શ્રાવિકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.