450થી વધુ દિવ્યાંગોએ આપ્યો મતદાનનો સંદેશ

  • 450થી વધુ દિવ્યાંગોએ આપ્યો મતદાનનો સંદેશ
  • 450થી વધુ દિવ્યાંગોએ આપ્યો મતદાનનો સંદેશ
  • 450થી વધુ દિવ્યાંગોએ આપ્યો મતદાનનો સંદેશ

રાજકોટ તા,17
રાજકોટ શહેરના 450થી વધુ દિવ્યાંગોએ ‘દિવ્યાંગ મતદાન જાગૃતિ રેલી’ના માધ્યમથી શહેરીજનોને અચૂક મતદાનનો સંદેશો પાઠવ્યો હતો.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ રેલી કિસાનપરા ચોકથી સવારે નવના ટકોરે શરૂ થઇ હતી, જેમાં ઢોલ, મંજીરા, ખંજરી, નગારા વગેરે વાજિંત્રોના તાલ સાથે વિવિધ સંસ્થાઓના દિવ્યાંગો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. રેલીના વિહારમાર્ગ પર શહેરીજનોએ મતદાન કરવાની ખાત્રી આપી આ દિવ્યાંગોને અમૂલ્ય પ્રોત્સાહન પૂરૂં પાડયું હતું. બહુમાળી ભવન ખાતે આટોપાયેલી આ રેલીના સમાપન સ્થળે ઇલેકશન કમિશનના પ્રતીકના આકારમાં આ દિવ્યાંગો ગોઠવાયા હતા, અને મતદાતાઓને પ્રેરણાત્મક સંદેશો આપ્યો હતો. આ રેલીમાં શારીરિક અને માનસિક, એમ બંને પ્રકારની મર્યાદા ધરાવતા તમામ ઉંમ્રના નાગરિકો સામેલ થયા હતા, જેમાં વી.ડી.પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ, બોલબાલા ટ્રસ્ટ, પ્રયાસ, વિરાણી બહેરામુંગા શાળા, અંધજન કલ્યાણ મંડળ, યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ, સ્નેહ નિર્ઝર, નવશક્તિ વિદ્યાલય, વગેરે સંસ્થાઓનો સમાવેશ થાય છે.
‘સ્વીપ’ના નોડલ ઓફિસર આર.એસ.ઉપાધ્યાય, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.કે.ઇસરાણી, ‘પ્રયાસ’ સંસ્થાના ટ્રસ્ટી પુજાબેન પટેલ, બોલબાલા ટ્રસ્ટના જીજ્ઞેશભાઇ ઉપાધ્યાય, વિવિધ સંસ્થાઓના સંચાલકો, શિક્ષકો, જિલ્લા વહીવટીતંત્રનો કર્મચારીગણ વગેરે આ રેલીમાં સામેલ થયા હતા.