બિહારના નકસલી કમાન્ડરને ઝડપી લેતા ગુજરાત એ.ટી.એસ.

  • બિહારના નકસલી કમાન્ડરને  ઝડપી લેતા ગુજરાત એ.ટી.એસ.
    બિહારના નકસલી કમાન્ડરને ઝડપી લેતા ગુજરાત એ.ટી.એસ.

અમદાવાદ, તા.23
માઓવાદી સંગઠનના બિહારના જિલ્લાના ઝોનલ કમાન્ડર રાજેશ ઉર્ફે ગોપાલપ્રસાદની ગુજરાત એટીએસે વાપીથી ધરપકડ કરી છે. વાપીમાં આવેલા એક કારખાનામાં છેલ્લા કેટલાક મહિનાથી તે નામ છૂપાવી નોકરી કરતો હતો. એટીએસની ટીમે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે. તે સીઆરપીએફના 10 જવાનોની હત્યાઓમાં સામેલ છે.
ગુજરાતની એટીએસની ટીમે બાતમીના આધારે ગઈકાલે વાપીના એક કારખાનામાંથી બિહારના બહોરમા ગામના રહેવાસી રાજેશ ઉર્ફે ગોપાલપ્રસાદ મોચીની ધરપકડ કરી હતી. આરોપી ભારત કોમ્યુનિષ્ટ પાર્ટી (માઓવાદી) સાથે સંકળાયેલો છે. 2002માં જ્યારે તે 17 વર્ષનો હતો ત્યારે કૌટુંબિક જમીનની વિવાદમાં સ્થાનિક તંત્રથી નારાજ થઈ માઓવાદી લોહાસિંગ અને ભોલા માંજી સાથે સંપર્કમાં આવ્યો હતો. તેમની મદદથી વિવાદનો ઉકેલ લાવી દેશદ્રોહી પ્રવૃતિઓમાં જોડાયો હતો.
માઓવાદી સંગઠનને મજબૂત બનાવવા માટે ધંધાદારીઓ અને ઠેકેદારો પાસેથી ખંડણી ઉઘરાવતો હતો. જેના કારણે માઓવાદી સંગઠનના બિહાર-ઝારખંડ (મગધ) વિસ્તારના સ્પેશિયલ એરિયા કમિટીના ઈન્ચાર્જ પ્રદ્યુમ્ન શર્માએ તેને ઝોનલ કમાન્ડર બનાવ્યો હતો.
2016માં રાજેશ, અનિલ યાદવ , ચંદન નેપાળી સહિત અન્ય માઓવાદીઓએ બિહારના જંગલ વિસ્તારમાં ઈંઊઉ બલાસ્ટ કરી ઈછઙઋના દસ જવાનોની હત્યા કરી હતી. માર્ચ 2017માં ગયાના ગુરપા જંગલમાં માઓવાદીઓને પકડવા ગયેલી ઈછઙઋની કોબ્રા બટાલિયન પર પણ તેઓએ ઓટોમેટિક હથિયારોથી હુમલો કર્યો હતો. જેમાં ચાર માઓવાદી ઠાર થયા હતા. આ મુઠભેડમાં રાજેશને હાથમાં ગોળી વાગતાં ત્યાંથી નાસી જઈ અન્ય જગ્યાએ ઓળખ છુપાવી રહેતો હતો.