કિડ્ઝ કાર્નિવલ સમર કેમ્પનું ભવ્ય આયોજન

  • કિડ્ઝ કાર્નિવલ સમર કેમ્પનું ભવ્ય આયોજન

રાજકોટ તા,17
ઉનાળાના વેકેશનનો પ્રારંભ થતા જ રાજકોટમાં સમર કેમ્પના અયાોજનો ઠેર ઠેર ગોઠવાય રહયા છે. ત્યારે રાજકોટમાં દિવ્યા પોપટ અને અંકિતા સોની દ્વારા આ વર્ષે કિડ્ઝ કાર્નિવલ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 
22મી એપ્રીલથી 4 મે સુધી આ સમર કેમ્પ ચાલુ રહેશે. આ સમર દરમ્યાન બાળકોને પ્રાર્થના, સાયન્સ પ્રોજેક્ટ, ડ્રોઇંગ, ગેઈમ, કલરીંગ, ડાન્સ, ઈન્ડોર ગેમ, આઉટ ગેમ, કંપની વિઝીટ કોમ્પીટીશન, ફેશન શો, પેરેન્ટ ડે સહિત અનેક એક્ટીવીટી કરવામાં આવશે.
વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યું છે. સમર કેમ્પનું આયોજન સ્થળ ‘શ્યામ’ ન્યુ કોલેજ વાડી મેઈન રોડ, જાગનાથ ચોક, કાલાવડ રોડ ઉપર સંપર્ક કરી શકો છો.
બાળકોમાં અંદર છૂપાયેલ ટેલેન્ટ બહાર લાવવાનો પ્રયાસ સમર કેમ્પમાં કરવામાં આવશે. ત્યારે સમર કેમ્પ દરમ્યાન બાળકોની અંદર છૂપાયેલ ટેલેન્ટ બહાર આવે છે બાળકોની અંદર રહેલ ડરને પણ દુર કરવામાં સફળતા મળે છે.
સમર કેમ્પમા અત્યારથી વાલીઓમાં ઉત્સાહ દેખાય રહ્યો છે. પોતાના બાળકોનું ટેલેન્ટ નિખારવા સમર કેમ્પમાં મોકલી રહ્યા છે ત્યારે કિડ્ઝ કાર્નિવલ સમર કેમ્પમાં ભાગ લેવા માગતા લોકો દિવ્યા પોપટ મો. 91043 09781 અને અંકિતા સોની 83473 22192 ઉપર વધુ સંપર્ક કરી જાણકારી મેળવી શકે છે.