171 ખેડૂતોના હત્યારાને 5160 વર્ષની સજા

ગ્વાટેમાલા તા.23
ગ્વાટેમાલાની એક કોર્ટે એક પૂર્વ સૈનિકને ગૃહ યુદ્ધ દરમિયાન 201 ખેડૂતોને નરસંહારના મામલામાં 5,160 વર્ષની જેલની સજા સંભળાવી છે. આ નરસંહાર આ મધ્ય અમેરિકન દેશના ગૃહ યુદ્ધની સૌથી ભયાનક ઘટનાઓમાંથી એક માનવામાં આવે છે. કોર્ટે સાંતોસ લોપેઝ નામના પૂર્વ સૈનિકને તે નરસંહારમાં 171 લોકોની હત્યાનો દોષી ટેરવ્યો અને પ્રત્યારે માટે 30-30 વર્ષ એટલે કે 5,130 વર્ષની સજા સંભળાવી. એક બાળકની હત્યાના મામલામાં તેને 30 વર્ષની વધુ સજા મળી.
તમને જણાવી દઇએ કે, આ સજા સાંકેતિક છે કારણ કે ગ્વાટેમાલામાં જેલની સજાની અધિક્તમ અવધિ 50 વર્ષ છે. લોપેઝ કૈબિલ નામના અમેરિકા દ્વાર પ્રશિક્ષિત જવાબી કાર્યવાહી બળનો સભ્ય હતો. તેની અમેરિકામાં ધરપકડ કરવામા આવી હતી અને 2016માં તેનો દેશનિકાલ કરવામાં આવ્યો હતો.
તપાસ અનુસાર, લોપેઝ તે દળનો સભ્ય હતો, જેણે ડિસેમ્બર 1982માં મેક્સિકોની સીમાથી લાગેલા ગ્વાટેમાલાના દોસ એરેસ ક્ષેત્રમાં નરસંહાર કર્યુ હતું. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર 1996 સુધીચાલેલા ગ્વાટેમાલાના ગૃહ યુદ્ધ દરમિયાન લગભગ 2 લાખ લોકો માર્યા ગયા હતાં અથવા લાપતા થયા હતાં.