ફેસબુક પ્રેમીએ લગ્નની ના પાડતા પ્રેમિકાએ ઝેર પીધું

  • ફેસબુક પ્રેમીએ લગ્નની ના પાડતા પ્રેમિકાએ ઝેર પીધું

રાજકોટ તા,17
શહેરના ચુનારાવાડ વિસ્તારમાં આવેલો અંબિકા સોસાયટીમાં રહેતી યુવતીને તેના ફેસબૂક પ્રેમિએ લગ્નની ના પાડતા યુવતીએ ઝેરી દવા પી લીધી હતી. યુવતીને ઝેરી અસર થતા બે શુધ્ધ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર ચુનારાવાડ અંબિકા સોસાયટીમાં રહેતી ધારાબેન રવજીભાઈ બારૈયા નામની 19 વર્ષની કોળી યુવતીએ તેના ઘરે 
ઝેરી દવા પી લીધી હતી. તેણીને ઝેરી અસર થતા બેશુધ્ધ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેતી ધારા બારૈયાની પુછતાછમાં ધારાબેન બારૈયાને બે વર્ષ પૂર્વે લાખાજીરાજ ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા હિતેશ ધનજી સાકરિયા સાથે ફેસબૂકમાં મિત્રતા બંધાણી હતી. બાદમાં બન્ને વચ્ચે પ્રેમ થયો હતો. બે વર્ષ બાદ પ્રેમી હિતેશ સાકરિયાએ લગ્ન કરવાની ના પાડી દેતા પ્રેમિકાને માઠુ લાગુ આવતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યુ છે. 
આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.