વોર્ડ નં.18માં કોંગ્રેસની પદયાત્રાને જબ્બર પ્રતિસાદ: અશોકભાઈ ડાંગર

  • વોર્ડ નં.18માં કોંગ્રેસની પદયાત્રાને જબ્બર પ્રતિસાદ: અશોકભાઈ ડાંગર
  • વોર્ડ નં.18માં કોંગ્રેસની પદયાત્રાને જબ્બર પ્રતિસાદ: અશોકભાઈ ડાંગર

વોર્ડ નં.18માં મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ 
કરવામાં આવ્યું
રાજકોટ : રાજકોટ લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષના લોકલાડીલાઅને શિક્ષિત ઉમેદવારશ્રી લલિત કગથરાના ચુંટણી પ્રચારમાં વોર્ડ નં.18માં જન સંપર્ક પદયાત્રા કરવામાં આવેલ હતી આ પદયાત્રાને લોકોને ખુબ જ બહોળું જન સમર્થન આપવામાં આવેલ હતું લોકો સ્વયંભુ આ પદયાત્રામાં જોડાયા હતા અને કોંગ્રેસ તરફી વાતાવરણ છવાયું હતું. આ સાથે વોર્ડ નં.18માં કોંગ્રેસ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી અશોકભાઈ ડાંગરના હસ્તે કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેશ્રીશહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, મનપાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, પ્રદેશ કોંગ્રેસ સહ મંત્રી મયુરસિંહ જાડેજા. વોર્ડ 18 પ્રમુખ દીપકભાઈ ઘવા, કોર્પોરેટર નીલેશભાઈ મારું, જેન્તીભાઈ બુટાણી, મેનાબેન જાદવ, ધર્મિષ્ઠાબા જાડેજા, વિનુભાઈ ચૌહાણ, ચંદ્રસિંહ પરમાર, કાનભાઈ અલગોતર, સતુભા જાડેજા, નરેશભાઈ ગઢવી, પ્રભાત જલુ, નિર્મલ બકુત્રા, વિ.ડી.પટેલ. દિલીપભાઈ તળાવીયા, હરેશ સોરઠીયા, જેન્તીભાઈ ચોવટિયા, ગીતાબેન પરમાર સોનલબા પઢીયાર, મહેશભાઈ રામોલીયા, રાજુભાઈ સાગઠીયા, રાજુભાઈ બદ્રકિયા, યોગેશ અકબરી, ચંદુભાઈ ટીલાળા, પ્રકાશભાઈ વેજપરા, રમેશભાઈ સાવલિયા સહિતના આગેવાનો કાર્યકરો અને પ્રજ્જનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ પક્ષના લોકલાડીલા, શિક્ષિત ઉમેદવાર લલીતભાઈ કગથરાને ઠેરઠેર બહોળો જનસમર્થન મળી રહ્યું છે તેવી કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની અખબારી યાદી જણાવે છે.