10 સ્થળે પાણીના પરબ અને છાસ કેન્દ્ર શરૂ

  • 10 સ્થળે પાણીના પરબ અને છાસ કેન્દ્ર શરૂ
  • 10 સ્થળે પાણીના પરબ અને છાસ કેન્દ્ર શરૂ

સેવાભાવી સંસ્થાઓ અને વેપારીઓ શહેરીજનોની વહારે
રાજકોટ તા,17
ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થતા શહેરના મુખ્ય માર્ગો અને મુખ્ય બજારોમાં આવતા લોકોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા મનપાએ જાહેર સંસ્થાઓને પરબ શરૂ કરવાની અપીલ કરી હતી જે અંતર્ગત રાજકોટમાં 10 સ્થળો ઉપર સંસ્થાઓ દ્વારા પાણીના પરબ અને છાસ કેન્દ્રો શરૂ કરવામા આવ્યા છે. શહેરીજનો ખરીદી કરવા અથવા અન્ય કારણોસર બહાર નીકળે ત્યારે ગરમીમાં રાહત મેળવવા ઠંડા પીણા અને પાણીનો સહારો લીવો પડતો હોય છે ત્યારે મુખ્ય માર્ગો અને ભીડભાડ વાળા વિસ્તારોમાં લોકોની તરસ બુઝાવવા મહાનગરપાલિકાએ પરબ બનાવવાની અપીલ સંસ્થાઓને કરી હતી. જેના પરિણામે સ્થાનિક સેવાભાવી મંડળો અને દુકાનદારોએ અલગ અલગ સ્થળો ઉપર પરબ બનાવી ઠંડુ પાણી અને છાસનું વિતરણ શરૂ કર્યું છે. શહેરમાં અલગ સ્થળો ઉપર મયુર ભજીયા, શ્રીનાથજી ટ્રેડીંગ, બાપા સીતારામ સેવા મંડળ સહિતના દાતાઓએ શહેરીજનોની પ્યાસ બુઝાવવા અનેક સ્થળો ઉપર ઠંડા પાણીના પરબ અને છાસ કેન્દ્રો શરૂ કર્યા છે મનપાની અપીલને માન આપી સેવાભાવી સંસ્થાઓએ લોકોની પ્યાસ બુઝાવવા પરબ શરૂ કરતા મ્યુ. કમિશ્નરને આભાર પ્રગટ કર્યો હતો.